તાજેતરમાં વરુણ ધવને એક એવી ઘટનાને યાદ કરી જેમાં એક ફેન તેના ઘર સુધી તેને ફોલો કરવા લાગી હતી. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે પોલીસ બોલાવવી પડી. એક્ટરે જણાવ્યું કે જે મહિલા તેની પાછળ આવી રહી હતી તે એક પાવરફુલ વ્યક્તિની પત્ની હતી. તેણે એ પણ જણાવ્યું કે એક ફેને તો તેને જબરદસ્તી કિસ કરી હતી. વરુણે કહ્યું- મારા નામે મહિલાને ફ્રેમ કરવામાં આવી હતી
રણવીર અલ્હાબાદિયા સાથેની વાતચીતમાં વરુણે કહ્યું- એક વખત એક મહિલા મારી પરવાનગી વગર મારા ઘરમાં ઘૂસી ગઈ હતી. તે ખૂબ જ પાવફૂ્લ વ્યક્તિની પત્ની હતી. પરંતુ તેને ફસાવવામાં આવી રહી હતી. કોઈ મારા નામનો ઉપયોગ કરીને તેની સાથે વાત કરી રહ્યું હતું. તે મારા ઘર વિશે બધું જ જાણતી હતી. તેણે વિચાર્યું કે હું મારા પરિવારને છોડી રહ્યો છું. તે ખૂબ જ ભયજનક સ્થિતી બની ગઈ હતી. મારે પોલીસને બોલાવવી પડી અને લેડી કોન્સ્ટેબલે અંદર આવીને તેની સંભાળ લીધી. ફેને વરુણને જબરદસ્તી કિસ કરી
વરુણે એ ઘટનાને પણ યાદ કરી જ્યારે એક ફેને તેને જબરદસ્તીથી કિસ કરી હતી. જેના કારણે તે અનકમ્ફર્ટેબલ થઈ ગયો હતો. વરુણે કહ્યું કે જ્યારે તેની સાથે આવી ઘટના બને છે તો તે તરત જ વિચારવા લાગે છે કે તે મહિલાઓ માટે કેટલું ખરાબ હશે. તેણે કહ્યું- મને મહિલાઓ માટે ખરાબ લાગે છે કારણ કે હું મારી જાતને તે પરિસ્થિતિમાં અનુભવવું છું. જો મારી સાથે આવું થઈ રહ્યું છે, તો તે તેના માટે આ વધુ ખરાબ હશે.