ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ મેચ રમાશે. આ શાનદાર મેચ UAEના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના સૂત્રએ જણાવ્યું કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતની મેચોની યજમાની કરવા માટે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના દુબઈ શહેરને તટસ્થ સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. શનિવારે રાત્રે PCB અધ્યક્ષ મોહસિન નકવી અને UAEના મંત્રી શેખ નાહયાન અલ મુબારક વચ્ચે બેઠક યોજાઈ હતી. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 19 ફેબ્રુઆરીએ યજમાન પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કરાચીમાં રમાશે. ફાઈનલ 9 માર્ચે લાહોરમાં રમાશે. ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે થશે. જો ટીમ ઈન્ડિયા નોકઆઉટ માટે ક્વોલિફાય થશે તો સેમીફાઈનલ અને ફાઈનલ પણ દુબઈમાં જ યોજાશે. ભારતની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ રમાશે
ભારતીય ટીમની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સાથે થશે જ્યારે છેલ્લી મેચ ન્યૂઝીલેન્ડ સાથે 2 માર્ચે થશે. સેમિફાઇનલ (4 અને 5 માર્ચ) અને ફાઇનલ બંને માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. 15માંથી 5 મેચ યુએઈમાં યોજાશે
8 ટીમો વચ્ચે 15 મેચોની ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે અને 9 માર્ચ સુધી ચાલશે. ભારત તેની ગ્રુપ સ્ટેજની ત્રણેય મેચ UAEમાં રમશે. જો ભારત ક્વોલિફાય થશે તો અહીં સેમિફાઇનલ અને ફાઇનલ પણ રમાશે, જ્યારે ટૂર્નામેન્ટની બાકીની 10 મેચ પાકિસ્તાનમાં રમાશે. 19 ડિસેમ્બર, ગુરુવારે ICCની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો પાકિસ્તાનને બદલે તટસ્થ સ્થળે રમશે. તેમજ પાકિસ્તાની ટીમ 2027 સુધી ભારતમાં યોજાનારી તમામ ટૂર્નામેન્ટ માટે ભારત નહીં આવે. તેની મેચો પણ તટસ્થ સ્થળોએ યોજાશે. 2025નો મહિલા ODI વર્લ્ડ કપ ભારતમાં, T-20 વર્લ્ડ કપ 2026માં ભારત અને શ્રીલંકામાં યોજાવાનો છે. પાકિસ્તાનની ટીમ ODI વર્લ્ડ કપ માટે ભારત આવી હતી
પાકિસ્તાનની ટીમ ગયા વર્ષે ODI વર્લ્ડ કપ રમવા ભારત આવી હતી. ત્યારે 14 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. ભારતીય ટીમે આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. કેપ્ટન રોહિત શર્મા અને શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારી હતી. જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેણે 19 રનમાં 2 વિકેટ લીધી હતી. મુંબઈમાં આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન જઈ રહ્યું નથી
ભારતીય ટીમે 2007-08થી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. 2008માં મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનમાં ક્રિકેટ રમવાની ના પાડી દીધી હતી. ત્યારથી બંને ટીમો માત્ર ICC અને ACC ટુર્નામેન્ટમાં જ રમે છે. 2013 થી, બંને ટીમો તટસ્થ સ્થળો પર 13 ODI અને 8 T20 મેચ રમી છે. 2009 દરમિયાન પાકિસ્તાનમાં શ્રીલંકાની ટીમ પર આતંકવાદી હુમલો પણ થયો હતો. વેન્યૂ નક્કી થતા 2025 ચેમ્પિયન્સ ટ્રોફી ટ્રેન્ડમાં
શનિવારે રાત્રે ચેમ્પિયન્સ ટ્રોફીનું તટસ્થ સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભારત-પાકિસ્તાન મેચની તારીખ પણ આવી ગઈ. આવી સ્થિતિમાં 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી ગૂગલમાં ટોપ ટ્રેન્ડ બની ગઈ. નીચે ગૂગલ ટ્રેન્ડ જુઓ… સંદર્ભ: Google Trends ચેમ્પિયન્સ ટ્રોફી સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો… ચેમ્પિયન્સ ટ્રોફી અને ભારત પ્રવાસ માટે ઇંગ્લેન્ડની ટીમની જાહેરાત: બેન સ્ટોક્સ બહાર ફેંકાયો; બેટર જો રૂટ એક વર્ષ બાદ કમબેક કરશે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) એ રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફી અને ભારત પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી હતી. ઓલરાઉન્ડર બેન સ્ટોક્સનું નામ ટીમમાં નથી. લગભગ એક વર્ષ બાદ બેટર જો રૂટ ODI ટીમમાં પરત ફરશે. સંપૂર્ણ સમાચાર વાંચો