ગુજરાતના ઝૂઓલોજિસ્ટ અને હર્પેટોલોજિસ્ટ દિકાંશ એસ. પરમાર અને તેમની ટીમે વૈજ્ઞાનિક શોધના ક્ષેત્રમાં મહત્વનો ટર્નિંગ પોઈન્ટ પુરો કર્યો છે. 200 વર્ષ પહેલા પ્રથમ વખત ઓળખવામાં આવેલી દેનડ્રેલાફિસ ચૈરેકાકોસ (પશ્ચિમી ઘાટ બ્રોનઝબેક) સાપની પ્રજાતિ, જેને સાબિત કરવાની ગૂંચવણ વર્ષોથી રહી હતી, તેને ફરીથી વૈજ્ઞાનિક માન્યતા દિકાંશ એસ. પરમાર અને તેમની ટીમે વૈજ્ઞાનિક શોધના કારણે મળી છે. જે સાપની આ પ્રજાતિને તેના નવા રહેઠાણોમાં ઉમેરે છે. 7 વર્ષના રિસર્ચના કારણે સાબિત થયું કે દેનડ્રેલાફિસ ચૈરેકાકોસ ગુજરાતમાં પણ છે, જેના કારણે ગુજરાતમાં નોંધાયેલા સાપોની કુલ પ્રજાતિઓની સંખ્યા 65થી વધીને 66 થઈ છે. ગુજરાતના ડાંગ જિલ્લામાં પ્રજાતિ શોધી કાઢી
1827માં પ્રથમ વખત શોધાયેલ દેનડ્રેલાફિસ ચૈરેકાકોસ પ્રજાતિને લાંબા સમય સુધી અન્ય સામાન્ય બ્રોનઝબેક સાપનો જ ભાગ માનવામાં આવી રહ્યો હતો. અનેક વૈજ્ઞાનિકોએ આ પ્રજાતિ વિશે વિભિન્ન દાવાઓ કર્યા, જેમ કે, તે ફક્ત કેરળમાં જ જોવા મળે છે અથવા મહારાષ્ટ્રમાં તેની હાજરી છે. છતાં આ દાવાઓમાં કોઈપણનું વૈજ્ઞાનિક પુષ્ટિકરણ નહોતું થઈ શક્યું. દિકાંશ પરમાર અને તેમની ટીમે ગુજરાતના ડાંગ જિલ્લામાં આ પ્રજાતિ શોધી અને ડીએનએ અને ટાક્સોનોમિક વિશ્લેષણ દ્વારા આ સાપને પશ્ચિમી ઘાટના અનોખા પ્રકાર તરીકે સાબિત કર્યું. ગુજરાતમાં નવી સાપ પ્રજાતિ ઉમેરાઈ
દિકાંશ પરમાર અને તેમના સાથી મહુલ ઠાકુરે ગુજરાતમાં કરેલી શોધે રાજ્યમાં બ્રોનઝબેક ટ્રી સ્નેક પ્રજાતિઓની સંખ્યા વધારી છે. અગાઉ ગુજરાતમાં ફક્ત એક જ પ્રકારનો બ્રોનઝબેક ટ્રી સ્નેક નોંધાયો હતો. હવે, પૃષ્ઠભૂમિમાં ત્રણ પ્રકારના બ્રોનઝબેક ટ્રી સ્નેક છે. પશ્ચિમી ઘાટ બ્રોનઝબેકની વિશેષતાઓ શોધ માટેનો વૈજ્ઞાનિક અભિગમ
દિકાંશ પરમારની ટીમે ડીએનએ સિક્વેન્સિંગ અને ટાક્સોનોમિક વિશ્લેષણનો ઉપયોગ કરીને સાયન્ટિફિક ડેટા એકઠો કર્યો. તેમણે ગુજરાતમાં ડાંગ જિલ્લાના ઘણા વિસ્તારમાં અભ્યાસ કર્યો અને ગોવા, કેરળ જેવા પશ્ચિમી ઘાટના અન્ય વિસ્તારોમાં પણ નમૂનાઓ એકત્રિત કર્યા. આ અભ્યાસ માટે વિવિધ સ્થાનોના સંશોધકો દ્વારા સાથ-સહકાર આપવામાં આવ્યો વિશ્વવ્યાપી માન્યતા
આ સંશોધનના ફળસરૂપે દિકાંશ પરમાર અને તેમની ટીમના રિસર્ચ પેપરને આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત કરાયું છે. વિશ્વભરના હર્પેટોલોજિસ્ટ અને ઝૂઓલોજિસ્ટ માટે આ શોધ મોટી ઉપલબ્ધિ છે, કારણ કે આ સાપને હવે વૈજ્ઞાનિક રીતે પુનઃ માન્યતા મળી છે. ગુજરાતમાં સાપોની સંખ્યા વધી
આ શોધના આધારે ગુજરાતમાં નોંધાયેલા સાપોની કુલ પ્રજાતિઓની સંખ્યા 65થી વધીને 66 થઈ છે. આ રિસર્ચનું પરિણામએ પણ દર્શાવે છે કે પશ્ચિમી ઘાટના વિસ્તારોમાં અપરિચિત પ્રજાતિઓની સંભાવનાઓ હજુ પણ છે. વિજ્ઞાનમાં નવી દિશા
દિકાંશ પરમારની શોધ માત્ર એક પ્રજાતિની ઓળખ પુનઃ સ્થાપિત કરવાના પ્રચંડ પ્રયાસનું પરિણામ નથી, પરંતુ ગુજરાતના જૈવ વૈવિધ્યમાં થયેલી વૃદ્ધિ માટેનો મક્કમ પગથિયું છે. તેમણે જણાવ્યું હતું કે, આ સાપ ફક્ત ડાંગમાં જ જોવા મળે છે, પરંતુ આજુબાજુના વિસ્તારોમાં તેની સંભવિત હાજરી માટે વધુ અભ્યાસ કરવાની જરૂર છે.