અમદાવાદમાં 12 નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા થયેલા PMJAY યોજનાના કૌભાંડના 40 દિવસ બાદ સરકાર જાગી છે. આજે(23 ડિસેમ્બર) નવી SOP જાહેર કરવામાં આવી છે. જેમાં હવે કાર્ડિયોલોજી સેવાઓ માટે ફુલ ટાઇમ કામ કરતાં સેન્ટરોને જ માન્યતા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી SOPમાં અલગ અલગ સારવાર માટેની અલગ અલગ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેના મુદ્દા નીચે મુજબ છે. આ SOP મુજબ દર્દીની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હોય તેના પરિવારને અને આરોગ્ય વિભાગને પણ પુરાવારૂપે સીડી આપવાની રહેશે. કાર્ડિયોલોજીની સેવાઓ કેન્સર સારવાર
નિષ્ણાત તબીબોના સૂચન બાદ ઓન્કોલોજી એટલે કે કેન્સરની વિવિધ પ્રોસિઝર સારવાર માટેની પણ નવીન માર્ગદર્શિકા બનાવવામાં આવી છે. TKR/THR (Total Knee replacement/Total Hip replacement) ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ
ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઇ અન્વયે પૂર્વવ્યાખ્યાયિત સારવાર પ્રક્રિયાની વિગતવાર પુરતી સમજણ દર્દી અને તેઓના સગાને આપતી વખતે VIDEO રેકોર્ડિંગ સાથેનું સંમતિ પત્રક લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમા નીચે મુજબની તબીબી સારવારનો સમાવેશ કરાયેલો છે. સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU)