ઉત્તરાખંડના હિમાલયના વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદને કારણે તીવ્ર ઠંડી પડી રહી છે. ઘણી જગ્યાએ તાપમાન માઈનસ 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. 21મી ડિસેમ્બરની રાત શ્રીનગરમાં 50 વર્ષમાં સૌથી ઠંડી રાત હતી. અહીં તાપમાન માઈનસ 8 ડિગ્રી હતું. 22 ડિસેમ્બરે તાપમાન 4 ડિગ્રીની નજીક નોંધાયું હતું. ચિલ્લાઇ કલાનના ત્રીજા દિવસે દાલ લેક પણ થીજી ગયું હતું. અહીં તળાવના પાણીમાં બરફનો અડધો ઇંચ જાડો પડ જામી ગયેલો જોવા મળે છે. બદ્રીનાથ ધામ પાસે ઉવર્શી ધારાનું ઝરણું સતત પડી રહેલાં હિમવર્ષાના કારણે આખેઆખું જામી ગયું છે. હવામાન વિભાગે 23 થી 28 ડિસેમ્બર વચ્ચે મધ્યપ્રદેશમાં વરસાદ અને કરા પડવાની ચેતવણી જાહેર કરી છે. આજે રાજસ્થાનમાં પણ વરસાદની સંભાવના છે. હિમાચલના હિમવર્ષાની સુંદરતા બતાવતી 4 તસવીર…