back to top
Homeભારતડલ્લેવાલની હાલત નાજુક:અમેરિકન ડોક્ટરે કહ્યું- સુપ્રીમમાં તેમનો રજૂ કરાયેલ સરકારી રિપોર્ટ ખોટો;...

ડલ્લેવાલની હાલત નાજુક:અમેરિકન ડોક્ટરે કહ્યું- સુપ્રીમમાં તેમનો રજૂ કરાયેલ સરકારી રિપોર્ટ ખોટો; તેમના જીવ સાથે રાજકારણ કરાઈ રહ્યું છે

​​​​​ખનૌરી બોર્ડર પર ખેડૂત નેતા જગજીત ડલ્લેવાલના આમરણાંત ઉપવાસને આજે (23 ડિસેમ્બર) 28 દિવસ થઈ ગયા છે. તેમની તબિયત નાજુક છે. રોગપ્રતિકારક શક્તિ પણ ઘટી રહી છે. પંજાબી મૂળના અમેરિકન ડૉક્ટર સ્વૈમાન સિંહે ડલ્લેવાલના સ્વાસ્થ્ય બાબતે આ વાત કહી છે. તેમની સાથે જોડાયેલી ટીમ ડલ્લેવાલની સંભાળ લઈ રહી છે. સ્વૈમાન સિંહે કહ્યું, “ડલ્લેવાલને ઈન્ફેક્શનનું પણ જોખમ છે. જેના કારણે તેઓ રવિવારે આખો દિવસ આંદોલનના મંચ પર પણ આવ્યા ન હતા. તેમણે એક વીડિયો જાહેર કરીને કહ્યું કે, “જો કોઈ વ્યક્તિએ 26 દિવસ સુધી કંઈ ન ખાધું હોય તો તેની સ્થિતિ સામાન્ય ન હોઈ શકે.” આ બધું હોવા છતાં સુપ્રીમ કોર્ટને આપવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડલ્લેવાલની તબિયત નોર્મલ છે. ડલ્લેવાલના જીવન સાથે રાજકારણ કરવામાં આવી રહ્યું છે. ​​​​​​​સુપ્રીમ કોર્ટે સતત 3 દિવસ સુધી ડલ્લેવાલની સુનાવણી કરી 1. પંજાબ સરકારને કહ્યું- તમારે પરિસ્થિતિને સંભાળવી પડશે
17 ડિસેમ્બરે થયેલી સુનાવણીમાં પંજાબ સરકારે કહ્યું હતું કે ડલ્લેવાલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેમની સાથે ભાવનાઓ જોડાયેલી છે. રાજ્યએ કંઈક કરવું જોઈએ. આ બાબતે નરમ વલણ સહન કરી શકાય નહીં. તમારે પરિસ્થિતિને સંભાળવી પડશે. ડલ્લેવાલ પબ્લિક પર્સનાલિટી છે. તેમની સાથે ખેડૂતોના હિત જોડાયેલા છે. 2. તપાસ કર્યા વિના, કયો ડૉક્ટર કહે છે કે 70 વર્ષના માણસની તબિયત સારી છે
18 ડિસેમ્બરે પંજાબ સરકારે કહ્યું હતું કે ડલ્લેવાલની તબિયત સારી છે. તેના પર સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે 70 વર્ષીય વ્યક્તિ 24 દિવસથી ભૂખ હડતાળ પર છે. ડલ્લેવાલને કોઈ પણ ટેસ્ટ કર્યા વિના તેમની તબિયત સારી હોવાનું કહેનાર ડૉક્ટર કોણ છે? તમે કેવી રીતે કહી શકો કે ડલ્લેવાલની તબિયત સારી છે? જ્યારે તેની તપાસ કરવામાં આવી નથી, બ્લડ ટેસ્ટ થયો નથી, ECG કરવામાં આવ્યો નથી, તો પછી કેવી રીતે કહી શકીએ કે તેમની તબિયત સારી છે? 3. પંજાબ સરકાર તેને હંગામી હોસ્પિટલમાં કેમ શિફ્ટ કરતી નથી?
19 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ડલ્લેવાલની હાલત દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે. પંજાબ સરકાર તેમને હોસ્પિટલમાં શિફ્ટ કેમ નથી કરાવતી? આ તેમની જવાબદારી છે. ડલ્લેવાલની તબિયત સારી રહે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી પંજાબ સરકારની છે. જો તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડશે તો અધિકારીઓ નિર્ણય લેશે. આગામી સુનાવણી 2 જાન્યુઆરીએ થશે. ખનૌરી બોર્ડર પર પાકા શેડ, વાઈફાઈ, ઠંડીથી બચવા વ્યવસ્થા કેન્દ્ર સરકાર વાત ન કરવાને કારણે હરિયાણા-પંજાબની ખનૌરી સરહદ ખેડૂતોના આંદોલનનું નવું સેન્ટર બની રહી છે. ખેડૂતોએ અહીં પાકા શેડ બનાવવાનું શરૂ કર્યું છે. ઠંડીથી બચવા માટે લાકડા એકત્ર કરવામાં આવી રહ્યા છે. ધાબળા અને અન્ય કપડાં પણ ખેડૂતો સુધી પહોંચી ગયા છે. અહીં વાઇફાઇ કનેક્શન પણ લગાવવામાં આવી રહ્યા છે. ખેડૂતો પાકની MSP પર ખરીદીની ગોરંટીનો કાયદો બનાવવાની માંગ કરી રહ્યા છે. ખનૌરી બોર્ડરના 5 ફોટા​​​​​​​ ખેડૂતોના આગળના સંઘર્ષ માટે 2 રણનીતિ.. 1. 24મી ડિસેમ્બરે કેન્ડલ માર્ચ, 30મીએ પંજાબ બંધ
આંદોલનનું નેતૃત્વ કરી રહેલા કિસાન મજદૂર મોરચા અને યુનાઈટેડ કિસાન મોરચા (બિન-રાજકીય) 24 ડિસેમ્બરે સાંજે 5:30 કલાકે કેન્ડલ માર્ચ યોજશે. તેમણે સમગ્ર દેશને આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત ડલ્લેવાલના સમર્થનમાં જોડાવા અપીલ કરી છે. આંદોલનના સમર્થનમાં 30મી ડિસેમ્બરે પંજાબ બંધનું એલાન આપવામાં આવ્યું છે. 2. 24મી ડિસેમ્બરે SKM સાથે બેઠક
દિલ્હીમાં 3 કૃષિ કાયદાઓ સામે આંદોલન કરી રહેલા યુનાઈટેડ કિસાન મોરચાએ આ આંદોલનમાં સીધો ભાગ લીધો નથી. જો કે તે મદદ કરવા તૈયાર છે. આ અંગે 21મી ડિસેમ્બરે પટિયાલામાં બેઠક યોજાઈ હતી. જેમાં આંદોલનમાં સામેલ નેતા સરવણ પંઢેર ઉપરાંત SKMના દર્શન પાલે પણ ભાગ લીધો હતો. હવે બીજી બેઠક 24મી ડિસેમ્બરે યોજાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments