નવસારી જિલ્લાના વેગામ પિંજરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કામ કરતા ઓપરેટર સહિત પાંચને સુરતની રિક્ષાચાલક ગેંગે લૂંટી હાઇવે પર ઉતારી નાસી ગયા હતા. ઓપરેટરે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ આપતા ગ્રામ્ય પોલીસ મથકની બે ટીમ આરોપીઓને ઝડપી પાડવા રવાના થઈ. ઘટના કંઈક એવી છે કે ફરિયાદી જનાર્દન તિમરાજ ગુર્જર નવસારી જિલ્લાના વેગામ પિંજરા ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પાવર હાઉસ બનાવવાના કામમાં ઓપરેટર તરીકે ફરજ બજાવે છે, આ પ્રોજેક્ટમાં વધુ લેબર ની જરૂર પડતા કોન્ટ્રાક્ટર દ્વારા તેમને યુપી થી માણસો લાવવા માટે કહ્યું હતું જેથી તેઓ દ્વારા પાંચ જેટલા માણસોને પોતાના ગામથી બોલાવ્યા હતા જેવો સુરત રેલવે સ્ટેશન આવતા 21મીની તારીખના રાતના 12:00 વાગે તેઓ લેબરને લેવા માટે સુરત રેલ્વે સ્ટેશન ગયા હતા ત્યાં સ્ટેશનની બહાર ઉભેલી એક રીક્ષાને તેમણે ગણદેવી આવવા માટે ₹700 ના ભાડું નક્કી કરી રવાના થયા હતા, આ રીક્ષામાં ફરિયાદી જનાર્દન ગુર્જર અને તેના પાંચ લેબર બેસ્યા હતા રીક્ષા થોડી દૂર ગઈ અને રીક્ષા ચાલકના અન્ય બે સાગરીતો આગળ તરફ બેસી ગયા હતા રાત્રિના આશરે 2:45 વાગ્યા દરમિયાન પલસાણાથી આગળ નદી પાસ કરતા જ રીક્ષા ચાલક કે રીક્ષા ધીમી કરી દીધી અને તેમાં બેસેલા બે ઈસમો પૈકી એક માણસે કહ્યું કે ચલો અપના કામ શરૂ કરતે હૈ તેમ કહેતા બે માણસોએ છરી બતાવી જણાવ્યું કે જલ્દી જલ્દી પૈસા નીકાળો વરના તુમ સબકો કાટ ડાલુંગા, રીક્ષા ચાલક અને તેના સાગરીતોએ લેબર અને ફરિયાદી પાસેથી કુલ મળી 12900 લૂંટી લઈ રીક્ષા લઈને નાસી ગયા હતા. રિક્ષાનો નંબર નોંધી લીધો
લૂંટ કર્યા બાદ રીક્ષા ચાલકો અને તેના સાગરીતો સુરત તરફ ભાગી ગયા હતા. જેમાં ફરિયાદીએ તાત્કાલિક રિક્ષાનો નંબર Gj 5 Cx 4162 નોધી લીધો હતો અને સમગ્ર ઘટનાની જાણ નવસારી ગ્રામ્ય પોલીસ મથકને કરી હતી બે ટીમ બનાવી તપાસમાં જોડાઈ
લૂંટની ઘટના નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાતા પોલીસે બે ટીમ બનાવી રીક્ષા ચાલકને શોધવા માટે તપાસ શરૂ કરી છે ફરિયાદી જનાર્દન ગુર્જર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે સુરતથી અમે નીકળ્યા હતા જેમાં 700 રૂપિયા નક્કી કરી ગણદેવી જવા રવાના થયા હતા રાતના બે વાગ્યે પલસાણા થી નદી પાસ કરતા જ રીક્ષા ચાલકો રીક્ષા રોકી છરી બતાવી અમને લૂંટી લીધા હતા શિક્ષાચાલકે સુરતથી જ તેના અન્ય બે સાગરીતોને રીક્ષામાં બેસાડી આશરે 12,900 જેટલી રકમ અમારી પાસેથી લૂંટી જતા રહ્યા હતા આ મામલે મેં નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ આપી છે.