ઝઘડિયામાં 16મી તારીખે બપોરના સમયે પાડોશમાં રહેતો યુવાન 10 વર્ષીય સગીરાને અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો. જયાં દિવાલની પાછળ તેની સાથે અમાનુષી કૃત્ય કર્યું હતું. તેણે બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી દેતાં તેને ગંભીર હાલતમાં પહેલાં ભરૂચ અને બાદમાં વડોદરા ખસેડી હતી જ્યાં 8 દિવસની સારવાર બાદ તેણે દમ તોડી દેતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ભરૂચ સિવિલમાં પ્રાથમિક સર્જરીમાં જ બાળકીની સ્થિતિ ગંભીર જોવા મળી હતી
મેં સોશિયલ મીડિયામાં જોયું બાળકીનું મોત થયું, ભારે આઘાત લાગ્યો. જોકે, તે જ્યારે સારવાર માટે અહીં લવાઇ હતી. ત્યારથી જ તેની હાલત ખુબ ગંભીર હતી. બાળકીની પ્રાથમિક સારવાર કર્યાં બાદ તે પાણી આપો, પાણી આપો કહીંને કણસતી હતી. જોકે, તેનું ઓપરેશન કરવાનું હોઇ અમે તેને પાણી પણ આપી શક્યાં ન હતાં. પ્રાથમિક ઓપરેશનમાં જ માલુમ પડ્યું હતું કે, બાળકીને ખુબ જ ગંભીર ઇજાઓ થઇ છે અને તેના જીવવાની શક્યતા માંડ એકાદ ટકા જેટલી હતી. વડોદરા તેને લઇ જવામાં આવ્યાં બાદથી લગભગ 6 દિવસથી તે વેન્ટીલેટર પર હતી. ત્યાં તેની સ્થિતી કેવી હતી તે હું જાણતી ન હોઇ કહીં શકુ નહીં. બાળકીના આંતરડા સુધી થયેલી ગંભીર ઇજાઓનું ઇન્ફેક્શન શરીરમાં પ્રસરી જતાં તેનું કાર્ડિયેક ફેલ થયું એવું સોશિયલ મીડિયા પર તબીબના ઇન્ટર્વ્યુથી જાણ્યું છે. બાળકીએ રિબાય રિબાઇને 8 દિવસ કાઢ્યાં બાદ આખરે જીંદગી સામેનો જંગ હારી ગઇ. – ડો. ઝીલ શેઠ, ગાયનેક, ભરૂચ સગીરાના મોત બાદ ભાસ્કરે માતાઓની વ્યથા જાણી હોસ્પિટલના બિછાને 8 દિવસ સુધી યાતના વેઠનારી સગીરાના મોત બાદ માતાઓએ આરોપીને કડક સજા આપવાની માગ કરી છે આરોપીને ફાંસીથી ઓછી સજા થવી જોઇએ નહિ
આ સમાચાર સાંભળી મારા ભાઈની દીકરી પણ હેબતાઈ ગઈ છે, ત્યારે ચકચારી દુષ્કર્મની ઘટનામાં નરાધમને વહેલામાં વહેલી તકે કડક સજા ફટકારી જાહેરમાં ફાંસીના માંચડે ચઢાવવામાં આવે. > અનિતા ચૌહાણ, માતા હૃદય કંપાવી દેનારી ઘટના : બાળકી સાથે ખોટું થયું છે
હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે આ ઘટના પાછળ જે પણ વ્યક્તિ જવાબદાર છે તેને કઠોરમાં કઠોર સજા થવી જોઈએ કે જેથી ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ આવું સ્ટેપ લેતા પહેલા દસ વખત વિચાર કરે. > ઉર્વિબેન શાહ, માતા જાહેરમાં ફાંસીની સજા થવી જોઈએ
આવી ઘટના કોઈપણ બાળકી સાથે નહીં થવી જોઈએ જેના માટે સરકારે આવા દુષ્કર્મ કરનાર નરાધમને જાહેરમાં ફાંસી આપી દેવી જોઈએ જેથી આવું કૃત્યનો કોઈ નરાધમ વિચાર કરતાં પણ સો વખત વિચારે. > સુનિતા વસાવા, માતા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી જલદી સજા કરો
આ એક જઘન્ય અપરાધ છે અને ફાસ્ટ ટ્રેક કોર્ટ માં કેસ ચલાવી ને તાત્કાલિક ધોરણે સજા થવી જોઈએ. કાયદાકીય પ્રક્રિયા એવી હોવી જોઈએ કે કોઈ અપરાધી છટકી ના શકે. > નંદીની સેવક, માતા રાજય સરકાર આટલા દિવસ મૌન કેમ રહી ?
આ ધ્રુણાસ્પદ ઘટના મામલે ગુજરાત સરકારનું મૌન રહસ્યને ઘેરા બનાવતું રહ્યું છે. હું પીડિતની સુરક્ષા અને સારવાર લઇ સતત ચિંતિંત હતી. તાત્કાલિક અને વહેલી તકે આરોપીને સજા જરૂરી છે. > મુમતાઝ પટેલ, નેતા, કોંગ્રેસ એવી સજા કરો કે બીજો કોઇ આવું કૃત્ય ન કરે
આ દસ વર્ષની નાજુક દીકરી પર દુષ્કૃત્ય કરવા બદલ તમામ આરોપીઓને જલ્દીથી જલ્દી પર ફાંસીની સજા થવી જ જોઈએ અને તે સજા પણ વર્ષોના સમય બાદ નહીં દિવસોમાં જ થવી જોઈએ. > જલ્પા શેઠ, માતા સગીરાના ગુપ્તાંગમાં નંખાયેલો સળિયો શોધવા પોલીસે 10 દિવસના રીમાન્ડ માંગ્યા, કોર્ટે 7 દિવસના મંજૂર કર્યા: 2 દિવસ અગાઉ રિકન્સ્ટ્રકશન કરાયું હતું
વિજય પાસવાનના પોલીસે પહેલાં કોર્ટમાં રજૂ કરતાં તેના 5 દિવસના રિમાન્ડ મળ્યાં હતાં. જેમાં પોલીસે તેને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું. તેના વધુ રિમાન્ડ મેળવવા અંક્લેશ્વરના એડિશનલ ડિસ્ટ્રીક્ટ સેસન્સ જજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેણે દુષ્કર્મના સમયે અન્ય કોઇની મદદ લીધી હતી કે કેમ, તેણે રેકી માટે કોઇને સાથે રાખ્યો હતો કે કેમ, તેણે ઘટના પહેલાં અને બાદમાં તેના મોબાઇલથી કોની કોની સાથે વાતચીત કરી, કયાં પ્રકારની વાતચીત કરી તે સહિતની વિગતો મેળવવા તેના સીડીઆર મેળવી તેના આધારે તપાસ કરવા માટે 10 દિવસના રિમાન્ડ માગ્યાં હતાં. સરકારી વકીલ પરેશ બી. પંડ્યાની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યાં હતાં. પોલીસે માસુમ બાળકીને ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે તમામ પાસાઓની તપાસ કરી પુરાવા એકત્ર કરાશે.