દેશના ત્રણ રાજ્યો જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા ચાલુ છે. હિમાચલમાં હિમવર્ષાના કારણે બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 30 રસ્તાઓ બંધ થઈ ગયા છે. શિમલામાં સિઝનની બીજી હિમવર્ષા થઈ, જેના કારણે રસ્તાઓ પર 3 ઈંચ બરફ પડ્યો છે. જેના કારણે સોલંગનાલાથી અટલ ટનલ રોહતાંગ પરત ફરી રહેલા પ્રવાસીઓના વાહનો રોડ પર લપસવા લાગ્યા હતા. મોડી રાત સુધી, દક્ષિણ પોર્ટલથી અટલ ટનલના ઉત્તર પોર્ટલ સુધી 1000થી વધુ વાહનો બરફમાં ફસાયા હતા. પોલીસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી વાહનોને બહાર કાઢ્યા હતા. ઉત્તરાખંડમાં પણ ગઢવાલ હિમાલયના બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી અને હેમકુંડ સાહિબ અને કુમાઉના મુનશિયારીમાં હિમવર્ષા થઈ છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં ઠંડી વધી ગઈ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ અને હરિયાણામાં પણ વરસાદ થયો હતો. રાજસ્થાનના ગંગાનગર, અનુપગઢ, ચુરુ અને બિકાનેરમાં 10 મીમી સુધીનો વરસાદ પડ્યો છે. રાજસ્થાનમાં આગામી 3 દિવસ અને મધ્યપ્રદેશમાં આગામી 4 દિવસ સુધી કરા અને વરસાદનું એલર્ટ છે. જેના કારણે રાજસ્થાન સરકારે 25મી ડિસેમ્બરથી 5મી જાન્યુઆરી સુધી સ્કૂલોમાં રજા જાહેર કરી છે. હવામાનની 3 તસવીરો… આગામી 3 દિવસનું હવામાન… 25 ડિસેમ્બર: 2 રાજ્યોમાં તીવ્ર કોલ્ડવેવનું એલર્ટ 26 ડિસેમ્બર: 4 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 27 ડિસેમ્બર: 8 રાજ્યોમાં કરાનું એલર્ટ રાજ્યોના હવામાન સમાચાર… રાજસ્થાનઃ 6 જિલ્લામાં ધુમ્મસ, 10 જિલ્લામાં વરસાદનું એલર્ટ, સ્કૂલોમાં રજા રાજસ્થાનમાં સોમવારે (23 ડિસેમ્બર) મોસમના પ્રથમ વરસાદ (માવઠા)ને કારણે, શહેરોના દિવસના મહત્તમ તાપમાનમાં 10 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો હતો. દિવસ દરમિયાન શીતલહેર પ્રવર્તી રહી હતી. જેના કારણે ઠંડીમાં વધારો થયો હતો. ગંગાનગર, ચુરુ, પિલાની (ઝુનઝુનુ)માં દિવસનું મહત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ પહોંચ્યું ન હતું. હિમાચલ પ્રદેશ: હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો, NH સહિત 30 રસ્તાઓ બંધ શિમલામાં લગભગ 2 થી 3 ઈંચ બરફ પડયો છે. મંડી, કિન્નૌર, લાહૌલ-સ્પીતિ અને ચંબાના ઘણા વિસ્તારોમાં પારો શૂન્યથી નીચે ગગડ્યો છે. હિમવર્ષા અને વરસાદને કારણે કુફરી-નારકંડા-ખારા પથ્થર, બિજલી મહાદેવ, ભેખલી, મણિકર્ણ ખીણમાં રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. હરિયાણા: ધુમ્મસ અને કોલ્ડવેવનું યલો એલર્ટ, 2 જિલ્લામાં ઝરમર વરસાદ, ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ હરિયાણાના બે જિલ્લા સોનીપત અને પાણીપતમાં સવારે હળવો વરસાદ થયો હતો. મહેન્દ્રગઢ અને ભિવાની સહિત ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે. હવામાન વિભાગે ધુમ્મસ અને કોલ્ડવેવનું યલો એલર્ટ જાહેર કર્યું છે. 6 જિલ્લામાં શીત લહેર પ્રવર્તશે.