back to top
Homeભારતરાજસ્થાનમાં 3 વર્ષની ચેતના બોરવેલમાં ફસાઈ:18 કલાકથી બાળકી 150 ફૂટની ઉંડાઈએ ફસાઈ...

રાજસ્થાનમાં 3 વર્ષની ચેતના બોરવેલમાં ફસાઈ:18 કલાકથી બાળકી 150 ફૂટની ઉંડાઈએ ફસાઈ છે, NDRFનું ઓપરેશન ચાલુ; તેને બહાર કાઢવામાં મુશ્કેલી

રાજસ્થાનના કોટપુતલીના કિરાતપુરા વિસ્તારમાં ચેતના નામની 3 વર્ષની બાળકી સોમવારે (23 ડિસેમ્બર) રમતા- રમતા 700 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી. બાળકી 18 કલાકથી 150 ફૂટની ઊંડાઈએ ફસાયેલી છે. કિરાતપુરા વિસ્તારના​​​​​​​ બડિયાલી કી ધાણીમાં સોમવારે બપોરે લગભગ 1.50 કલાકે આ દુર્ઘટના સર્જાઈ હતી. સોમવારે મોડી રાત્રી સુધી બાળકને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રયાસ નિષ્ફળ રહ્યા નહોતા. હવે બાળકીને તેના કપડામાં હૂક ફસાવીને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મંગળવારે સવારે 8 વાગ્યે બીજા બચાવ પ્રયાસમાં ચેતના રીંગમાં ફસાઈ ગઈ હતી. હવે તેને ઉપર ખેંચવાનો પ્રયાસ કરવામાં આવશે. જો કે બાળકીને ઈજા થવાની પણ શક્યતા છે. તેથી વહીવટીતંત્રે પરિવાર પાસે મંજુરી માંગી હતી. કોટપુતલી સબ ડિવિઝનલ ઓફિસરે કહ્યું કે આશા છે કે બાળકીને જલ્દી બહાર કાઢવામાં આવશે. બોરવેલમાં પાઇપ દ્વારા ચેતનાને ઓક્સિજન સપ્લાય કરવામાં આવી રહ્યો છે. કેમેરામાં તેની હિલચાલ દેખાઈ રહી છે. તેના રડવાનો અવાજ પણ રેકોર્ડ કરવામાં આવ્યો છે. બોરવેલમાં જગ્યા ન હોવાને કારણે બાળકીને ખાવા-પીવા માટે કંઈ આપી શકાતું ન હતું. સૌથી પહેલા જાણો- દુર્ઘટના ક્યાં સર્જાઈ હતી માટી ભીની છે તેથી ઓપરેશન ધીમું છે – SDM SDM બ્રિજેશ ચૌધરીએ કહ્યું- બાળકીને સુરક્ષિત રીતે બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આખી રાત બચાવ કામગીરી ચાલુ રહી હતી. બાળકી જે સ્થિતિમાં ફસાઈ હતી તે જગ્યાએ ભીની માટી છે, જેના કારણે કેટલીક સમસ્યાઓ થઈ રહી હતી. હવે બાળકીની નીચે એક રિંગ મૂકવામાં આવી છે, જેની મદદથી તેને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઓક્સિજન સતત આપવામાં આવી રહ્યો છે. પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો, આજે બીજો પ્રયાસ સોમવારે રાત્રે લગભગ 1 વાગ્યે રિંગ રોડ અને અમ્બ્રેલા ટેકનિકનો ઉપયોગ કરીને બાળકીને બચાવવાનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો. NDRFના સિનિયર કમાન્ડન્ટ યોગેશ મીણાએ જણાવ્યું કે બાળકીને ફસાવવા માટે બોરવેલની અંદર રિંગ નાખવામાં આવી હતી. તે બાળકીના કપડામાં અટવાઈ ગઈ હતી. તે રિંગ​​​​​​​થી બાળકીનું શરીર પકડમાં આવી શકતું ન હતું. આવી સ્થિતિમાં, અધવચ્ચે જ પકડ છુટી જવાના ભયને કારણે ફરીથી રિંગને બહાર કાઢવામાં આવી છે. બાદમાં રીંગને ફરીથી​​​​​​​ બોકવેલમાં ઉતારી. મંગળવારે સવારે વહીવટી અધિકારીઓએ બાળકીના દાદા અને પરિવારના અન્ય સભ્યોને બચાવ સંબંધિત માહિતી આપી. તેણે કહ્યું કે જો નવા પ્રયાસમાં બાળકીને ઈજા થઈ શકે છે, તો તેઓ વહીવટીતંત્રને દોષી ઠેરવશે નહીં. રેસ્ક્યૂ ઓપરેશનની તસવીરો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments