કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટરનો રેપ-હત્યા કેસમાં સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL)નો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં અનેક સનસનીખેજ ખુલાસા થયા છે. 12 પાનાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સેમિનાર રૂમમાં એવા કોઈ પુરાવા મળ્યા નથી, જેથી ખબર પડે કે પીડિતા પર બળાત્કાર અને તેની હત્યા કરવામાં આવી હોય. રિપોર્ટના 12મા પેજની છેલ્લી લાઈનમાં લખવામાં આવ્યું છે કે – જ્યાંથી ડોક્ટર યુવતીનો મૃતદેહ મળ્યો હતો ત્યાંથી સંઘર્ષના કોઈ પુરાવા મળ્યા નથી. જે ગાદલા પર મૃતદેહ પડેલો હતો તેના પર કોઈપણ પ્રકારની ઝપાઝપીના કોઈ નિશાન મળ્યા નથી. જેના કારણે ડોક્ટર યુવતીનો રેપ- હત્યા બીજે ક્યાંક થઈ છે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે. માથા અને પેટની નીચે ગાદલા પર લોહીના નિશાન મળી આવ્યા હતા, જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે લાશ બીજે ક્યાંકથી લાવવામાં આવી છે. 8-9 ઓગસ્ટના રોજ ટ્રેઈની ડોક્ટર પર રેપ અને હત્યા કરવામાં આવી હતી. આ કેસની તપાસ CBI કરી રહી છે. મુખ્ય આરોપી સંજય રોય પોલીસ કસ્ટડીમાં છે. એજન્સીએ 7 ઓક્ટોબરે જ સ્પેશિયલ CBI કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી છે. પહેલા CFSL રિપોર્ટનું 12મું પેજ જુઓ હવે જુઓ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું હતું
પોસ્ટમોર્ટમ રિપોર્ટ 12 ઓગસ્ટે સામે આવ્યો હતો, જેમાં હત્યા પહેલા બળાત્કારની પુષ્ટિ થઈ હતી. યુવતી નું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું પણ જણાવાયું હતું. આ ઘટના સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે બની હતી. CBIએ કહ્યું- ટ્રેઈની ડોક્ટર પર ગેંગરેપ થયો નથી
CBIએ 7 ઓક્ટોબરે હાઈકોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી, જેમાં બળાત્કાર-હત્યાનો એકમાત્ર આરોપી તરીકે સંજયને નામ આપવામાં આવ્યું હતું. સંજય કોલકાતા પોલીસમાં સિવિક વોલંટિયર તરીકે કામ કરતો હતો. એજન્સીએ કહ્યું કે ટ્રેઇની ડૉક્ટર પર સામૂહિક બળાત્કાર થયો નથી. ચાર્જશીટમાં 100 સાક્ષીઓના નિવેદનો, 12 પોલીગ્રાફ ટેસ્ટ રિપોર્ટ્સ, CCTV ફૂટેજ, ફોરેન્સિક રિપોર્ટ, મોબાઈલ કોલ ડિટેઈલ અને લોકેશન સામેલ છે. ઘટનાના દિવસે આરોપીના ઈયરફોન અને મોબાઈલ બ્લૂટૂથ દ્વારા કનેક્ટ કરવામાં આવ્યા હતા. આ પણ મહત્વનો પુરાવો માનવામાં આવતો હતો. ચાર્જશીટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પીડિતાના શરીરમાંથી મળેલા સીમન સેમ્પલ અને લોહી આરોપીના શરીર સાથે મેચ થાય છે. ફોરેન્સિક તપાસ બાદ ગુનાના સ્થળેથી મળેલા ટૂંકા વાળ પણ આરોપીના વાળ સાથે મેચ થયા હતા. CBIએ 10 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે સિયાલદહ ટ્રાયલ કોર્ટમાં સોમવારથી ગુરુવાર સુધી દરરોજ સુનાવણી ચાલી રહી છે. ફરિયાદ પક્ષના 81 સાક્ષીઓમાંથી 43 સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી છે. સુનાવણી એક મહિનામાં પૂરી થવાની ધારણા છે. કોલકાતા રેપ-મર્ડર કેસમાં આગળ શું થશે?
2 જાન્યુઆરીએ ટ્રાયલ કોર્ટમાં અને 17 માર્ચે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છે. જો 17 માર્ચ પહેલા પીડિતાની તરફેણમાં કેસ સંબંધિત આગળ કોઈ મોટા અપડેટ ન આવે તો એડવોકેટ કરુણા નંદી સુપ્રીમ કોર્ટમાં મામલો ઉઠાવી શકે છે. કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ તીર્થંકર ઘોષે પણ CBIને 24 ડિસેમ્બરે સ્ટેટસ રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો છે.