મિકા સિંહે હાલમાં જ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરી છે. આ દરમિયાન સિંગરે આકાંક્ષા પુરી સાથેના સંબંધો તોડવાનું કારણ પણ શેર કર્યું હતું. મિકાએ ખુલાસો કર્યો કે તેને અનંત અંબાણીના લગ્નમાં પરફોર્મ કરવા માટે મોટી ફી મળી હતી અને ઘડિયાળ ન મળવા પર નારાજગી વ્યક્ત કરી હતી. હું પાંચ ચોપડી ફેલ છું- મીકા
મીકા સિંહે ધ લલનટોપ સાથે વાત કરતા કહ્યું – હું પાંચ ચોપડી ફેલ છું. મેં આગળ એટલે ન અભ્યાસ કર્યો કારણ કે મારા ભાઈ અને ગુરુ દલેર મહેંદી છઠ્ઠા ધોરણમાં નાપાસ થયા હતા. હું તેમનાથી આગળ વધવા માંગતો ન હતો. મિકા સિંહે લગ્ન વિશે વાત કરી હતી
ઇન્ટરવ્યુ દરમિયાન, સિંગરને તેના લગ્ન વિશે પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં તેણે કહ્યું કે તે એક દિવસ ચોક્કસ લગ્ન કરશે અને પછી તે તેની પત્નીની જ વાત સાંભળશે. આકાંક્ષા પુરી સાથેના સંબંધ તૂટવા પર મિકા શું બોલ્યો
આ દરમિયાન મિકાએ આકાંક્ષા પુરી સાથેના સંબંધો વિશે વાત કરી હતી. તેણે કહ્યું- તે સ્વયંવરમાં એક છોકરી પસંદ કરવાની હતી. મને ત્રણ છોકરીઓ ગમતી હતી પણ ચેનલવાળાઓએ ના પાડી. મને ફક્ત એક જ પસંદ કરવાનું કહેવામાં આવ્યું તેથી મેં આકાંક્ષાને પસંદ કરી. તે ખૂબ જ સારી છોકરી હતી. અમારું પ્રેમપ્રકરણ 2-3 અઠવાડિયા સુધી ચાલ્યું પરંતુ પછી તેણે બિગ બોસમાં જઈને પોતાનો અસલી રંગ બતાવ્યો. તેથી મેં વિચાર્યું કે આ શો હતો. મને ખબર નથી કે જો લગ્ન ખરેખર થયા હોત તો શું થાત. અનંત અંબાણી પાસે ઘડિયાળ માગી
મીકા સિંહ સાથેની વાતચીત દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે અનંત અંબાણીના લગ્ન માટે તેમને કેટલી ફી મળી છે. જેના જવાબમાં સિંગરે કહ્યું- લગ્નમાં કેટલી ફી મળી તે હું કહી શકતો નથી. પણ એટલું મળ્યું છે કે હું મારા પાંચ વર્ષ આરામથી પસાર કરી શકું છું. મારો કોઈ ખાસ ખર્ચ નથી. હું બહુ ઓછો ખર્ચ કરું છું. મીકા સિંહે આગળ હાથ જોડીને કહ્યું, અનંત ભાઈ, તમે સાંભળી રહ્યા છો તો હું તમારો નાનો ભાઈ છું, કૃપા કરીને મને પણ ઘડિયાળ મોકલાવી દો યાર.