હિમાચલમાં સતત બીજા દિવસે હિમવર્ષા થઈ હતી. સિમલા, કુફરી અને નારકંડામાં ભારે હિમવર્ષા થઈ રહી છે. કુફરીમાં 10 ઈંચ અને નારકંડામાં એક ફૂટ સુધી બરફ પડ્યો હતો. આ પહેલાં સોમવારે 8 જિલ્લા લાહૌલ સ્પીતિ, કુલ્લુ, કિન્નૌર, ચંબા, કાંગડા, મંડી, સિમલા અને સિરમૌરમાં હિમવર્ષા થઈ હતી. જે બાદ પ્રવાસીઓ બરફની વચ્ચે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ સોમવારે રોહતાંગ ટનલના સાઉથ પોર્ટલ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા બાદ પોલીસને વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. બીજી બાજુ, રસ્તા પર 3 ઈંચ સુધી બરફના થર જામી ગયા છે. જેના કારણે 1000થી વધુ ગાડીઓ ટ્રાફિકમાં ફસાઈ હતી. ગાડીઓને ટ્રાફિકથી કાઢવા પોલીસે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. વરસાદ અને હિમવર્ષાને કારણે હિમાચલના બે નેશનલ હાઈવે સહિત 30 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. હિમવર્ષા બાદ પ્રાકૃતિક સૌંદર્ય, લહેલાણીઓની મજા જોવા ઉપરના ફોટા પર ક્લિક કરો