લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ લીડર રાહુલ ગાંધી શાકભાજીની કિંમત જાણવા માટે શાકમાર્કેટ પહોંચ્યા. અહીં તેમણે દુકાનદારો પાસેથી લસણ, ટમેટા અને સલગમ સહિત અનેક શાકભાજીની કિંમત જાણી. દુકાનદારોએ તેમને જણાવ્યું કે લસણ 400 રૂપિયા કિલો છે. પોતાના શાકમાર્કેટની વિઝિટનો વીડિયો રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમણે પોસ્ટ શેર કરીને લખ્યું કે, એક સમયે લસણ 40 રૂપિયાનું હતું અને હવે 400 રૂપિયાનું થઈ ગયું છે. વધતી મોંઘવારીએ મીડલ ક્લાસ વ્યક્તિની રસોઈનું બજેટ હલાવી દીધું છે અને સરકાર કુંભકર્ણની જેમ ઊંઘી રહી છે. રાહુલ ગાંધીએ જે વીડિયો શેર કર્યો છે, તેમાં જણાવવામાં આવ્યું છે કે આ દિલ્હીના ગિરી નગરની સામે હનુમાન મંદિરના શાકમાર્કેટનો વીડિયો છે. વીડિયોમાં મહિલાઓ કહે છે કે, તેમણે રાહુલ ગાંધીને ચા માટે ઘરે આમંત્રણ આપ્યું. તેઓ રાહુલ ગાંધીને ઘરે બોલાવીને જણાવવા ઇચ્છતા હતા કે મોંઘવારી એટલી વધી ગઈ છે કે ઘરનું બજેટ હલાવી દીધું છે. રાહુલ ગાંધીને મળીને મહિલાઓ કહી રહી છે કે પગાર તો કોઈનો વધતો નથી, પરંતુ ભાવ વધી ગયો છે અને તે ઘટવાનું નામ લઈ રહ્યો નથી. તે હજું પણ વધતો જ રહેશે. 40-50 રૂપિયાની નીચે કશું જ મળી રહ્યું નથી
વીડિયોમાં રાહુલ ગાંધી મહિલાઓને પૂછે છે કે આજે તમે શું ખરીદી રહ્યા છો? જેના જવાબમાં મહિલા કહે છે કે તે થોડા ટમેટા, થોડી ડુંગળી ખરીદી રહી છે. એક મહિલા શાકવાળાને પૂછે છે કે આ વખતે શાકભાજી આટલા મોંઘા કેમ છે. એકપણ શાકમાં ભાવ ઘટી રહ્યો નથી. કંઇ પણ 30-35 રૂપિયાનું નથી બધું જ 40-50 રૂપિયાથી વધારે જ છે. શાકવાળાએ પણ મોંઘવારીની વાત માની
રાહુલે જે વીડિયો પોસ્ટ કર્યો છે, તેમાં શાકવાળો કહે છે કે આ વખતે મોંઘવારી વધારે છે. આટલી મોંઘવારી પહેલાં ક્યારેય જોઈ નથી. રાહુલ ગાંધી શાકવાળાને પૂછે છે કે લસણ કેટલાનું છે. તેના અંગે શાકવાળો જણાવે છે કે લસણની કિંમત 400 રૂપિયા કિલો છે. 500 રૂપિયાના શાકભાજી, હવે 1000 રૂપિયાના મળે છે
રાહુલ ગાંધી એક મહિલાને પૂછે છે કે તમને શું લાગે છે કે મોંઘવારી કેમ વધી રહી છે. તેના અંગે મહિલાઓ કહે છે કે સરકાર આના પર બિલકુલ ધ્યાન આપી રહી નથી, તેમને તો માત્ર પોતાના ભાષણથી જ મતલબ છે. સરકારને સામાન્ય વ્યક્તિ શું ભોજન કરશે તેની કોઈ ચિંતા નથી. જે વસ્તુ પહેલાં 500 રૂપિયાની આવતી હતી, આજે તે 1000 રૂપિયાની આવે છે. હવે ખર્ચ ઘટાડવો છે તો થોડો કાપ તો મુકવો જ પડશે. જેથી અમને લોકોને તો સમસ્યા રહેશે જ. રાહુલ ગાંધીનો શાકમાર્કેટ વિઝિટનો આખો વીડિયો નીચે જુઓ… આ સમાચાર પણ વાંચો… ‘રાહુલ ગાંધીએ કરેલું કૃત્ય નિમ્ન સ્તરનું’:સંસદમાં રાહુલને ખખડાવનાર સાંસદ વડોદરા પહોંચ્યા, કહ્યું- શિયાળુ સત્રમાં 40% પ્રોડક્ટિવિટી થઈ, સાંસદોનાં માથાં ફૂટવા એ શરમજનક સંસદમાં પ્રવેશ કરવા માટેના મકરદ્વાર પર ડો.આંબેડકર પર ગૃહ મંત્રી અમિત શાહના નિવેદનની નિંદાને લઈને ઇન્ડિયા ગઠબંધન અને ભાજપના સાંસદો વચ્ચે વિરોધનો દૌર શરૂ થયો હતો, જેમાં રાહુલ ગાંધીએ જવાનો પ્રયાસ કરતાં ધક્કામુક્કી થઇ હતી અને ભાજપના બે સાંસદો ઈજાગ્રસ્ત થયા હતા, જેના કારણે સંસદના મકરદ્વાર પાસે હોબાળો મચી ગયો હતો. આ ઘટના દરમિયાન વડોદરાના સાંસદ હેમાંગ જોશી પણ ત્યાં હાજર હતા, જે વડોદરા પરત ફરતા સમગ્ર ઘટના અંગે યુવા સાંસદ તરીકે તેમને દુ:ખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું કે- સંસદમાં ખોટા હોબાળાના કારણે હું સાંસદ તરીકે મારા ત્રણ પ્રશ્નો રજૂ કરી શક્યો નથી. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો….