બનાસકાંઠા જિલ્લા પોલીસ ચેકપોસ્ટ પર થર્ટી ફસ્ટ ને લઈ સુરક્ષામાં વધારો કરાયો છે. પોલીસ દ્વારા દરેક વાહનોને ઝીણવટભરી તપાસ કરી પ્રવેશ આપવામા આવી રહ્યો છે. જેમાં જિલ્લાની પાંથાવાડા, ખોડા, અમીરગઢ સહિત તમામ ચેક પોસ્ટો પર સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતા વાહન ચાલકોને પોલીસ દ્વારા બ્રેથ એનેલાઈઝરથી અને બોડી વોર્ન કેમેરાથી તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાજ-રાજસ્થાનને જોડતી બનાસકાંઠાની અતિસંવેદનશીલ ગણતી અમરીગઢ ચેકપોસ્ટ સહિત જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે. આવનાર થર્ટી ફસ્ટને લઇ રોઇ નશીલા પદાર્થો ગુજરાતમા ન ઘુસે એ હેતુથી બોર્ડર પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ડીજીપીના આદેશ અનુસાર બનાસકાંઠાની રાજસ્થાનને જોડતી દરેક ચેકપોસ્ટ પર 23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી બોર્ડર પર ગુજરાત મા પ્રવેશતા દરેક વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. જેમા અમીરગઢ ચેકપોસ્ટ પર બે પોલીસ સબ ઇન્સ્પેકટની સાથે પોલીસ જવાનો અને હોમગાર્ડ ચુસ્તપણે 24 કલાક વાહન ચેકીંગ કરી રહ્યા છે. રાજ્સ્થાનથી આવતી નાની ગાડીઓમા આવતાં શકમંદોની બ્રેથ એનેલાઈઝરથી અને બોડી વોર્ન કેમેરા દ્વારા તપાસ કરવામા આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અમીરગઢ ચેકપોસ્ટ પર અવાર નવાર વીદેશી દારૂ અને ડ્રગસ જેવા નશીલા માદક પદાર્થો પકડવામાં આવે છેય આવનારી થર્ટી ફસ્ટમા આવી કોઇ ગુનાહીત પ્રવૃતિઓને અંજામ ન આપે એ માટે પોલીસ સતર્ક રહી કામગીરી કરી રહી છે.