back to top
Homeબિઝનેસઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ-મંગળવારે શેરબજાર ઘટાડા તરફી બંધ થયું:નિફટી ફ્યુચર 24008 પોઈન્ટ ઉપર તેજી...

ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ-મંગળવારે શેરબજાર ઘટાડા તરફી બંધ થયું:નિફટી ફ્યુચર 24008 પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે

મંગળવારે શેરબજાર ઘટાડા તરફી બંધ થયું હતું.ક્રિસમસ વેકેશનની તૈયારી અને પાછલા સપ્તાહમાં ભારતીય શેર બજારોમાં ઓપરેટરો, ફંડોએ શેરોમાં મોટાપાયે ગાબડાં પાડયા બાદ આજે નવા સપ્તાહની શરૂઆતના બીજા દિવસે ઈન્ડેક્સ સેન્સેક્સ, નિફટી બેઝડ કરેકશનને બ્રેક લગાવી રિકવરી બતાવી હતી,ત્યારબાદ ઘટાળો થયો હતો.સ્મોલ કેપ શેરો સાથે રોકડાના અનેક શેરોમાં આજે ઓપરેટરો,ખેલંદાઓના સતત હેમરિંગ સાથે ગભરાટમાં મળ્યા ભાવે રિટેલ ઈન્વેસ્ટરોની વેચવાલીના પરિણામે માર્કટબ્રેડથ સતત નબળી રહી હતી. અલબત પસંદગીના મિડ કેપ શેરોમાં આજે ઘટાડે લેવાલી રહી​​​​​​ હતી. સેન્સેક્સ 67 પોઈન્ટના ઘટાળા સાથે 78472 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 01 પોઈન્ટના ઉછાળા સાથે 23770 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 75 પોઈન્ટના ઘટાળા સાથે 51227 પોઈન્ટના સ્તરે બંધ થયો. ક્રિસમસ રજા-ટૂંકા સપ્તાહમાં કોઈ નવા ટ્રિગર્સ ન હોવાને કારણે, બજાર ધીમી રહી હતી, પરંતુ હેવીવેઇટ આઈટી અને કન્ઝ્યુમર શેરોમાં વૃદ્ધિએ વેગ જાળવી રાખવામાં મદદ કરી હતી.આઈટી સેક્ટર નરમ બજારમાં એક તેજસ્વી સ્થળ તરીકે ઉભરી આવ્યું છે, વધીને રૂપિયાના અવમૂલ્યનથી લાભ મેળવે છે,જે ડોલર-પ્રભુત્વવાળી આવકમાં વધારો કરે છે.ક્રિસમસ ડેની રજા પહેલા તેલના ભાવમાં મંગળવારે નીચા વેપારમાં વધારો થયો હતો, જેમાં યુએસના આર્થિક ડેટા અને વિશ્વના ત્રીજા ક્રમના સૌથી મોટા તેલ આયાતકાર ભારતમાં તેલની વધતી માંગને કારણે ભાવને ટેકો મળ્યો હતો.ભારતીય રૂપિયો મંગળવારે યુએસ ડોલર સામે તેના જીવનકાળની નીચી સપાટી 85.1625 પર આવી ગયો હતો, જે આયાતકારોની સતત ડોલરની માંગ અને યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો થવાથી નુકસાન થયું હતું જેણે ડોલરને વેગ આપ્યો હતો. આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટીસીએસ,ઈન્ડીગો,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,અદાણી એન્ટર., સન ફાર્મા,હિન્દુસ્તાન યુનીલીવર,કોટક મહિન્દ્રા બેન્ક, ઓબેરોઈ રિયલ્ટી,ટાટા કોમ્યુનિકેશન,હવેલ્લ્સ ઇન્ડિયા,મહાનગર ગેસ,ઓરબિંદો ફાર્મા,બાટા ઇન્ડિયા,રિલાયન્સ,એક્સીસ બેન્ક,ટાટા કેમિકલ્સ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં એચડીએફસી એએમસી,ટોરેન્ટ ફાર્મા,ગ્રાસીમ,એસીસી,મુથૂટ ફાઈનાન્સ,ઈન્ફોસીસ,વોલ્ટાસ,અદાણી પોર્ટસ,ડીએલએફ જેવા શેરોમાં ઘટાળો થયો છે. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4092 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2023 અને વધનારની સંખ્યા 1972 રહી હતી, 97 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 325 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 250 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23770 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24008 પોઇન્ટના પ્રથમ અને 24088 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 23676 પોઇન્ટથી 23606 પોઇન્ટ, 23474 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.24008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!! બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51227 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51474 પોઇન્ટના પ્રથમ અને 51606 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 51130 પોઇન્ટથી 51008 પોઇન્ટ,50939 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.51606 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!! ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
એચડીએફસી બેન્ક ( 1802 ) :- એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1773 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1760 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1823 થી રૂ.1830 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1838 ઉપર તેજી તરફી ધ્યાન…!!
કોટક મહિન્દ્રા બેન્ક ( 1751 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1727 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1707 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1767 થી રૂ.1780 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
લ્યુપીન લીમીટેડ ( 2170 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ્સ સેક્ટરનો સેક્ટરનો આ સ્ટોક રૂ.2208 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2144 થી રૂ.2130 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2220 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
સન ફાર્મા ( 1816 ):- રૂ.1844 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1860 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1797 થી રૂ.1780 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1873 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!! બજારની ભાવિ દિશા..
મિત્રો, આગામી દિવસોમાં યુએસમાં મજબૂત ડોલર અને ઉચ્ચ બોન્ડ યીલ્ડ એફઆઈઆઈ ને રેલીમાં વેચવા માટે પ્રોત્સાહિત કરશે. આંતરિક રીતે, વૃદ્ધિ અને કમાણીની મંદી નજીકના ગાળાના નકારાત્મક હશે જે બુલ્સને રોકશે એવી શક્યતા છે. લાર્જકેપ ફાઇનાન્શિયલ, ફાર્મા અને આઇટી જેવા ક્ષેત્રો કે જેની સ્થિર માંગ હશે અને ડિજિટલ સ્ટોક્સ જેવા ઝડપથી વિકસતા સેગમેન્ટ્સ જેવા વાજબી મૂલ્યવાન સેગમેન્ટ્સ પડકારજનક વાતાવરણમાં પ્રમાણમાં સ્થિતિસ્થાપક રહેવાની શક્યતા છે.વૈશ્વિક શેર બજારો, બિટકોઈન, સોના-ચાંદી સહિતમાં ધબડકા સાથે આજે અનેક લોકોની સમજ બહાર ભારતીય શેર બજારોમાં મોટી મંદીની શરૂઆત થઈ હોઈ એમ સેન્સેક્સ, નિફટીએ દરેક સપોર્ટ લેવલ ગુમાવતા જોવાયા હતા. વર્ષ 2024 નો અંત વિશ્વ બજારોની સાથે ભારતીય શેર બજારોમાં અણધારી મોટી ઉથલપાથલનો નીવડી રહ્યો છે. ડિસેમ્બરના અંતે તેજીની અપેક્ષાથી વિપરીત ગત અઠવાડિયામાં જે પ્રકારે શેરોમાં કડાકા બોલાવાયા છે એ અણધાર્યા છે. જે પ્રકારે છેલ્લા કેટલાક વર્ષોમાં શેરોમાં અવિરત ઐતિહાસિક-વિક્રમી તેજીના નવા શિખરો બજાર સર કરી રહ્યું હતું અને સેકડા બદલી રહ્યું હતું, એ જ રીતે અત્યારે ભારતીય શેર બજારોમાં શરૂ થયેલા મોટા કરેકશનમાં કડાકા સાથે બજાર નવા તળીયાની શોધમાં નીકળ્યું છે. પાછલા દિવસોમાં બેરોકટોક, તેજીના અતિરેક સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં જે પ્રકારે બેફામ ભાવો વધતાં અને વેલ્યુએશન કંપનીઓના વાસ્તવિક ફંડામેન્ટલથી વધુ ખર્ચાળ બનતું જોવાયું હતું, એ હવે વાસ્તવિકતા તરફ ધસતું જોવાઈ રહ્યું છે. રિટેલ રોકાણકારોના મ્યુચ્યુઅલ ફંડોમાં એસઆઈપી થકી વહેતા અવિરત રોકાણ પ્રવાહ અને મોટો યુવા વર્ગ મળ્યા ભાવે શેરો ખરીદવાની દોટ મૂકતો જોવાયો હતો અને એના કારણે તેજીની ગતિ, અતિની બની હતી.આગામી દિવસોમાં નિફટી ફ્યુચર અને સેન્સેક્સમાં ઉતાર – ચઢાવ જોવાઈ શકે છે. લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments