back to top
Homeદુનિયાપાકિસ્તાનની મોડી રાતે અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઇક:મહિલા અને બાળકો સહિત 15નાં મોત, તાલિબાન...

પાકિસ્તાનની મોડી રાતે અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઇક:મહિલા અને બાળકો સહિત 15નાં મોત, તાલિબાન ભડક્યું, કહ્યું- આનો જવાબ ચોક્કસ આપીશું

પાકિસ્તાને અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ એર સ્ટ્રાઈકમાં પક્તિકા પ્રાંતના બર્મલ જિલ્લામાં કરવામાં આવી છે. આ એરસ્ટ્રાઈકમાં મહિલાઓ અને બાળકો સહિત 15 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. અફઘાન અધિકારીઓના જણાવ્યા અનુસાર એર સ્ટ્રાઈકમાં મૃત્યુઆંક વધી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અફઘાનિસ્તાન પર આ એર સ્ટ્રાઈકમાં ઘણા ગામોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. જો કે, પાકિસ્તાની અધિકારીઓએ હજુ સુધી આ એર સ્ટ્રાઈકની સત્તાવાર પુષ્ટિ કરી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાની ફાઈટર જેટ્સે અફઘાનિસ્તાનના વિસ્તારોમાં બોમ્બમારો કર્યો છે. આ હવાઈ હુમલામાં મોટાપાયે વિનાશ થયો છે. પાકિસ્તાનીએર સ્ટ્રાઈક બાદ આ વિસ્તારમાં તણાવ ઘણો વધી ગયો છે. તાલિબાને પણ વળતો હુમલો કરવાની ધમકી આપી હતી
પાકિસ્તાનના આ હુમલા બાદ તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે બર્મલ પર હુમલા બાદ વળતી કાર્યવાહી કરવાની ધમકી આપી છે. તાલિબાને એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે અફઘાનિસ્તાનને તેની જમીન અને સાર્વભૌમત્વની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે. હુમલાની નિંદા કરતા તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે પાકિસ્તાની ફાઇટર જેટ દ્વારા બોમ્બમારો કરવામાં આવેલા વિસ્તારોમાં વઝીરિસ્તાનના શરણાર્થીઓ પણ સામેલ હતા. હુમલામાં મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે
પાકિસ્તાનના આ હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં 15 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. મૃત્યુ પામેલાઓમાં ખાસ કરીને મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ ઘણા વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. જ્યારે ઘણા ઘાયલોની હાલત અત્યંત ગંભીર છે. જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આવી સ્થિતિમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ એર સ્ટ્રાઈકને કારણે સારવાર દરમિયાન ઘણા લોકોના મોત પણ થઈ શકે છે. આ એર સ્ટ્રાઈકનું કારણ શું હતું?
ખામા પ્રેસે અહેવાલ મુજબ પાકિસ્તાની તાલિબાન અથવા તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ હાલમાં પાકિસ્તાની દળો પર તેના હુમલામાં વધારો કર્યો છે, પાકિસ્તાને અફઘાન તાલિબાન પર આ આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્યા છે. તાલિબાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇનાયતુલ્લાહ ખ્વારેઝમીએ પાકિસ્તાની દાવાઓને નકારી કાઢ્યા અને ટ્વિટર પર પોસ્ટ કર્યું કે હવાઈ હુમલામાં વઝીરિસ્તાનના શરણાર્થીઓ માર્યા ગયા છે. ખ્વારેઝમીએ જણાવ્યું હતું કે હુમલામાં કેટલાય બાળકો અને અન્ય નાગરિકો શહીદ થયા હતા અને ઘાયલ થયા હતા, જોકે જાનહાનિનો કોઈ સત્તાવાર આંકડો આપવામાં આવ્યો નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે વઝીરિસ્તાન શરણાર્થીઓ નાગરિકો છે જેઓ પાકિસ્તાનના આદિવાસી વિસ્તારોમાં લશ્કરી કાર્યવાહીને કારણે વિસ્થાપિત થયા હતા. જો કે, પાકિસ્તાનનું કહેવું છે કે TTPના ઘણા કમાન્ડરો અને લડવૈયાઓ અફઘાનિસ્તાન ભાગી ગયા છે, જ્યાં તેમને સરહદી પ્રાંતોમાં અફઘાન તાલિબાન દ્વારા સુરક્ષા આપવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments