back to top
Homeમનોરંજનવિજય દેવરાકોંડા-રશ્મિકા સાથે કરશે ન્યૂ યર સેલિબ્રેશન!:બંને એરપોર્ટ પર ચમક્યા, ફેન્સે કહ્યું-...

વિજય દેવરાકોંડા-રશ્મિકા સાથે કરશે ન્યૂ યર સેલિબ્રેશન!:બંને એરપોર્ટ પર ચમક્યા, ફેન્સે કહ્યું- લગ્ન કરી લો; વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ

રશ્મિકા મંદન્ના અને વિજય દેવરાકોંડા અવારનવાર તેમના સંબંધોને લઈને સમાચારોમાં રહે છે. તાજેતરમાં, રશ્મિકા એરપોર્ટ પર જોવા મળી હતી એટલું જ નહીં તેનો રૂમર્ડ બોયફ્રેન્ડ વિજય દેવરાકોંડા પણ ત્યાં જોવા મળ્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. સાથે જ સોશિયલ મીડિયા પર ફરી એકવાર ચર્ચા થઈ રહી છે કે બંને સ્ટાર્સ નવા વર્ષનું એકસાથે સેલિબ્રેશન કરશે. વીડિયોમાં રશ્મિકા મંદન્ના બ્લેક ટી-શર્ટ અને ડેનિમ જીન્સમાં જોવા મળી રહી છે, જ્યારે વિજય દેવેરાકોંડા શાનદાર લુકમાં જોવા મળી રહ્યા છે. વિજયે ગ્રે કાર્ગો પેન્ટ સાથે ગ્રીન જેકેટ પહેર્યું છે. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ફેન્સે તેના પર કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. તે કહે છે કે આ કપલ હવે એકસાથે ન્યૂ યર વેકેશન મનાવવા બહાર ગયું છે. રૂમર્ડ કપલ રશ્મિકા મંદન્ના અને વિજય દેવેરાકોંડા ઘણીવાર સાથે જોવા મળે છે. હાલમાં જ બંને લંચ ડેટ પર સાથે જોવા મળ્યા હતા, જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી હતી. વિજય દેવેરાકોંડાએ તેમના રિલેશનશિપ વિશે આપી હિંટ!
વિજય દેવેરાકોંડાએ તાજેતરમાં જ કર્લી ટેલ્સને ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ વાતચીત દરમિયાન વિજયે કહ્યું, હું 35 વર્ષનો છું; શું તમને લાગે છે કે હું સિંગલ રહીશ? જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે તેના કો-સ્ટારને અગાઉ ડેટ કરી ચૂક્યો છે, તો એક્ટરે કહ્યું, “હા, મેં કો-સ્ટારને અગાઉ ડેટ કરી છે. વિજય-રશ્મિકાએ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે
2018માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગીતા ગોવિંદમ’માં વિજય અને રશ્મિકા સાથે જોવા મળ્યા હતા. આ પછી બંને 2019માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ડિયર કોમરેડ’માં પણ સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં વિજય-રશ્મિકાની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મના સેટ પરથી એવા અહેવાલો આવ્યા હતા કે, બંને રિલેશનશિપમાં છે, જોકે બંને કલાકારોએ આ વિશે ક્યારેય ખૂલીને વાત કરી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments