back to top
Homeભારતઆજે પૂર્વ PM અટલજીની 100મી જન્મજયંતિ:PMએ કહ્યું- અટલજીએ દેશને એક નવી દિશા...

આજે પૂર્વ PM અટલજીની 100મી જન્મજયંતિ:PMએ કહ્યું- અટલજીએ દેશને એક નવી દિશા અને ગતિ આપી, તેમણે ક્યારેય હોર્સ ટ્રેડિંગનું રાજકારણ કર્યુ નહોતું

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે 100મી જન્મજયંતિ છે. તેમનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. 16 ઓગસ્ટ 2018 ના રોજ 93 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. તેમની સમાધિઅટલ સદૈવ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી સહિત ઘણા નેતાઓએ અટલજીને શ્રદ્ધાંજલિ આપી હતી. PM મોદીએ અટલ બિહારી વાજપેયીને યાદ કરીને એક લેખ લખ્યો છે. જેમાં તેમણે લખ્યું- 25મી ડિસેમ્બરનો આ દિવસ ભારતીય રાજકારણ અને ભારતીય જનતા માટે સુશાસનનો મજબૂત દિવસ છે. તેઓ એક રાજનેતાની જેમ ઉભા રહ્યા અને લોકોને પ્રેરણા આપી. પીએમ મોદીએ અટલજીને શ્રદ્ધાંજલિ આપી
જે રીતે આદરણીય અટલ બિહારી વાજપેયીજીએ બંધારણીય મૂલ્યોનું જતન કરીને દેશને એક નવી દિશા અને ગતિ આપી, તેની અસર હંમેશા કાયમ રહેશે. મારું સદ્ભાગ્ય છે કે મને તેમનો ભરપૂર સાથ અને આશીર્વાદ મળ્યો. તેમની જન્મશતાબ્દી પર મારો આ લેખ…. PM વધુમાં લખ્યું- અટલ બિહારી વાજપેયીએ હોર્સ ટ્રેડિંગ નથી કર્યું. ગંદા રાજકારણના રસ્તે ચાલવાને બદલે 1996માં રાજીનામું આપવાનું પસંદ કર્યું. 1999માં તેમની સરકાર 1 મતથી પડી. ઘણા લોકોએ તેમને તે સમયે થઈ રહેલી અનૈતિક રાજનીતિને પડકારવાનું કહ્યું પરંતુ તેમણે નિયમોનું પાલન કરવાનું પસંદ કર્યું. આખરે તે પ્રચંડ જનાદેશ સાથે પાછા ફર્યા હતા. અટલજીનો જન્મ ગ્વાલિયરમાં થયો હતો અટલજીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. અટલ બિહારી વાજપેયી દાયકાઓ સુધી ભાજપનો એક દિગ્ગજ ચહેરો હતા. તેમણે 1977 થી 1979 સુધી વડાપ્રધાન મોરાજી દેસાઈની કેબિનેટમાં ભારતના વિદેશ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. 16 ઓગસ્ટ 2018ના રોજ દિલ્હીની AIIMS હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. અટલ બિહારી વાજપેયી ત્રણ વખત દેશના વડાપ્રધાન બન્યા હતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments