back to top
Homeગુજરાતકેલિફોર્નિયાના રિપબ્લિકન આગેવાન અને ઉદ્યોગપતિ યોગી પટેલ માદરે વતનની મુલાકાતે:'અમેરિકા ભારતનું શ્રેષ્ઠ...

કેલિફોર્નિયાના રિપબ્લિકન આગેવાન અને ઉદ્યોગપતિ યોગી પટેલ માદરે વતનની મુલાકાતે:’અમેરિકા ભારતનું શ્રેષ્ઠ હિતેચ્છુ-વ્યૂહાત્મક રાજકીય સાથીદાર સાબિત થશે’

જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેશે ત્યારે અમેરિકન ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વેપારીઓ અને નાગરિકોમાં ખુશી વ્યાપી છે. ભારત સાથેના રાજદ્વારી અને વ્યાપારિક સંબંધો બાબતે મોદી-ટ્રમ્પની નીતિ સ્પષ્ટ અને ખુલ્લી છે. આ સંબંધો વધુ દૃઢ બનશે તેમજ ઇસ્લામિક આતંકવાદ સાથે પણ મોદી ટ્રમ્પની વિચારધારા એક સમાન આક્રમક હોવાની બાબતે પણ વૈશ્વિક ધોરણે ચોક્કસ અમેરિકા ભારતનું હિતેચ્છુ અને વ્યૂહાત્મક રાજનીતિક સાથીદાર સાબિત થશે. આ અંદાજો અમેરિકન ઉદ્યોગપતિ અને ઉત્તર કેલિફોર્નિયાના રિપબ્લિકન આગેવાન યોગી પટેલનો છે. મૂળ ચરોતરના વસો ખાંધલીના વતની હાલ માદરે વતનની મુલાકાતે આવ્યા છે. અમેરિકા ભારતને મહત્વનું સહયોગી ગણે છેઃ યોગી પટેલ
નોર્થ અમેરિકામાં ચરોતર પાટીદાર સમાજનું ગૌરવ ગણતા યોગી પટેલે અમેરિકાની આગામી રણનીતિ બાબતે જણાવ્યું હતું કે એશિયામાં ચીનની નકારાત્મક સક્રિયતા અને કુટિલ રાજનીતિને કારણે અમેરિકા ભારતને મહત્વનું સહયોગી ગણી રહ્યું છે. એશિયા અને વિશ્વમાં ચીનના વધતા પ્રભાવને રોકવા માટે ભારતની નજીક આવવાની અમેરિકાની નીતિ સફળ થશે અને તેની સકારાત્મક અસર ભવિષ્યમાં જણાશે. ‘ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટની નીતિને વળગી રહે તો પણ ભારતીયોને ગેરફાયદો નથી’
ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા હાથમાં લેશે કે તરત પહેલું કામ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા હજારો ભારતીયોને તગેડી મૂકશે અને તેમને દેશવટો આપવાનો આખો પ્લાન તૈયાર કરાયું હોવાની બાબતે તેઓએ જણાવ્યું હતું કે અમેરિકા આવીને કમાવું વિશ્વના દરેક નાગરિકનું સ્વપ્ન છે. જે માટે વિઝા ન મળે તો પણ લાખો લોકો અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરે છે. જેનાથી ઘણાના મોત થયા છે અને હજારો લાપતા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટની નીતિને વળગી રહે તો પણ ભારતીયોને ગેરફાયદો નથી. ભારતીય નાગરિકોને અમેરિકન સરકાર ઉપદ્રવી તરીકે જોતી નથી, વળી ભારતીય સમુદાયના મહત્વપૂર્ણ લોકો સત્તાપક્ષ સાથે સંકળાયેલા છે. જે આવી પરિસ્થિતિમાં સૌથી ઓછા લોકોને નુકસાન થાય તે માટે સક્રિય છે. ‘ટ્રમ્પ શાસનમાં ગેરકાયદે વસાહતીઓ સામે અભિયાન ચાલશે’
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ટ્રમ્પ શાસનમાં કાયદો અને નિયમો ચુસ્ત બનતા આવા ગેરકાયદેસર વસાહતીઓ વિરૂધ્ધ ચોક્કસ અભિયાન ચાલશે અને વિવિધ દેશોના નાગરિકોને પરત મોકલશે તે બાબત ચોક્કસ છે. પરંતુ જે ભારતીય લોકો અમેરિકામાં કાયદેસર રહે છે તેમની રાજકીય શાખ વિસ્તરી રહી છે અને સત્તામાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. અનેક ભારતીયો ત્યાંની કાઉન્ટીથી લઈ સેનેટર સુધીની ચૂંટણીઓમાં ભાગ લઇ રહ્યા છે તેમજ અનેક ચૂંટાયા પણ છે.જે સૌ ભારતીયો માટે ગૌરવની વાત છે. યોગી પટેલને ટ્રમ્પ શાસનમાં નિમણુંક મળવાની શક્યતા
અત્રે ઉલ્લેખનીય છે કે ચરોતરથી સુરતને કર્મભૂમિ બનાવી અને ત્યાંથી અમેરિકા પહોંચી છેલ્લા 22 વર્ષમાં વ્યવસાયિક, સામાજિક અને હવે રાજકીય ક્ષેત્રે નામના મેળવનારા યોગી પટેલ ઉત્તર કેલિફોર્નિયામાં નામાંકિત સેલિબ્રિટીમાં સ્થાન પામ્યા છે. હોટેલ-મોટેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા યોગી પટેલ છેલ્લા દસ વર્ષથી અમેરિકાની રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલા છે. અહીં પોતાના ક્ષેત્રમાં નોંધપાત્ર યુવા ઉદ્યોગપતિમાં તેમની ગણના થાય છે. વળી આગામી ટ્રમ્પ શાસનમાં તેઓને મહત્વના સરકારી વિભાગમાં નિમણુંક મળવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments