હાલમાં અલ્લુ અર્જુન તેની ફિલ્મ ‘પુષ્પા 2’ માટે ચર્ચામાં છે. વિવાદો વચ્ચે એક્ટરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે યશ રાજ ફિલ્મ્સનો આભાર વ્યક્ત કર્યો. યશ રાજ ફિલ્મ્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ફિલ્મની પ્રશંસા કરી હતી. યશ રાજ ફિલ્મ્સે તેની પોસ્ટમાં લખ્યું, ‘રેકોર્ડ્સ તોડવા માટે જ બને છે અને નવા રેકોર્ડ દરેકને વધુ સારું કામ કરવાની પ્રેરણા આપે છે. ‘પુષ્પા 2: ધ રૂલ’ની ટીમને અભિનંદન. ‘ફાયર નહીં, વાઈલ્ડ ફાયર!’ આ પોસ્ટના જવાબમાં અલ્લુ અર્જુને લખ્યું, ‘આભાર… ખૂબ જ સુંદર. હું તમારી શુભકામનાઓ માટે આભારી છું. આશા છે કે આ રેકોર્ડ ટૂંક સમયમાં YRF ફિલ્મ દ્વારા જ તોડવામાં આવશે અને આપણે બધા સાથે મળીને આગળ વધીશું. અલ્લુ અર્જુન ‘પુષ્પા 2’ રિલીઝ થયા બાદથી વિવાદોમાં
અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ કમાણીના મામલામાં તમામ રેકોર્ડ તોડી રહી છે, તો બીજી તરફ, 4 ડિસેમ્બરે હૈદરાબાદમાં ‘પુષ્પા 2’ના પ્રીમિયર દરમિયાન એક મહિલાનું મૃત્યુ થયું હતું, જે બાદ એક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત તાજેતરમાં તેમના ઘરની બહાર પણ તોડફોડ કરવામાં આવી હતી. 24 ડિસેમ્બર, મંગળવારે અલ્લુ અર્જુનની 3 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. હૈદરાબાદ સેન્ટ્રલ ઝોનના ડીસીપીની આગેવાની હેઠળની ટીમે એક્ટરની પૂછપરછ કરી હતી. અલ્લુ અર્જુનને પૂછવામાં આવ્યું કે શું તે ઘટનાસ્થળે હાજર હતો અને તેણે પરિસ્થિતિને કેવી રીતે સંભાળી. આ અંગે તેણે કહ્યું કે, મને બીજા દિવસે મહિલાના મૃત્યુની ખબર પડી.