નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ઘણા મહિનાઓથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં છે અને હવે તેઓ આ વર્ષે ક્રિસમસ ઉજવણી પણ ત્યાં જ કરી રહ્યા છે. નાસાએ સુનિતા વિલિયમ્સ અને તેની સાથે અવકાશમાં રહેતા ત્રણ અવકાશયાત્રીઓ – ડોન પેટિટ, નિક હેગ અને બૂચ વિલ્મોરનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યો છે. એસ્ટ્રોનોટ્સની આ ટીમ સ્પેસથી જ ક્રિસમસ સેલિબ્રેશન શુભકામનાઓ આપી રહી છે. સાથે જ, અંતરિક્ષમાં જ ક્રિસમસ ઊજવવાની ખાસ તૈયારીઓ કરી રહી છે. અવકાશયાત્રીઓએ ક્રિસમસ કેપ પહેરેલી છે
આ વીડિયોમાં ત્રણ અવકાશયાત્રીઓએ સાન્તાક્લોઝની લાલ ટોપી પહેરી છે. સામાન્ય રીતે આ કેપનો ઉપરનો ભાગ હંમેશા નીચે તરફ ઝૂકેલો રહે છે કારણ કે તેનું ફેબ્રિક સોફ્ટ હોય છે, પરંતુ અવકાશમાં બનેલા આ વીડિયોમાં અવકાશયાત્રીની કેપ સીધી ઉભી છે. આ એટલા માટે છે કારણ કે અવકાશમાં કોઈ ગુરુત્વાકર્ષણ બળ નથી, જેના કારણે વસ્તુઓ ઉડતી રહે છે. સુનીતા વિલિયમ્સના વાળ ઉપરની તરફ ઉડી રહ્યા છે. એટલું જ નહીં, સ્ટ્રો સહિત અન્ય કેટલીક વસ્તુઓ પણ વચ્ચેથી ઉડતી જોવા મળે છે. બધાને ક્રિસમસની શુભકામનાઓ આપી
નાસાના અવકાશયાત્રીઓ સન્ની વિલિયમ્સ, ડોન પેટિટ, નિક હેગ અને બૂચ વિલ્મોર દ્વારા 23 ડિસેમ્બર, 2024ના રોજ રેકોર્ડ કરાયેલા આ મેસેજમાં, તમામ અવકાશયાત્રીઓએ પૃથ્વી પર પાછા આવેલા અન્ય અવકાશયાત્રીઓ, તેમના પરિવારો, મિત્રો, નાસાની ટીમ વગેરેને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી. નાતાલની પાર્ટીઓ, રજાઓને પણ યાદ કરી. તેમણે કહ્યું કે તેઓને નાતાલના તહેવાર વિશે સૌથી વધુ શું ગમે છે. ક્રિસમસની રજા વિશે કહ્યું
સુનિતા વિલિયમ્સ કહે છે કે મને ક્રિસમસની તૈયારી કરવી અને પરિવાર સાથે રજાઓ મનાવવી ગમે છે. પછી અન્ય અવકાશયાત્રી કહે છે, અમે અમારા પરિવાર અને મિત્રોને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવીએ છીએ. ગ્રાઉન્ડ પર એક વિશાળ ટીમ છે જે અમને સમયેસમયે સપોર્ટ કરવા માટે તૈયાર રહે છે. તેઓ આ મિશનને ચાલુ રાખવા માટે તેમની રજાઓ અમારા માટે બલિદાન આપી રહ્યા છે, તેમને પણ ક્રિસમસની શુભકામનાઓ. અન્ય અવકાશયાત્રી કહે છે, ક્રિસમસ એટલે ગુડ ફૂડ, ફીસ્ટ, આ બધું અમારી પાસે પણ છે. અમે પણ એન્જોય કરીશું. અંતે, જ્યારે સુનીતા વિલિયમ્સ સહિત ચારેય અવકાશયાત્રીઓ એકસાથે બોલે છે, અમારા બધા તરફથી તમને બધાને મેરી ક્રિસમસ. સ્પેસએક્સ ડ્રેગન કેપ્સૂલ દ્વારા હાલમાં જ સુનિતા અને તેમની ટીમને જરૂરી વસ્તુઓ, ક્રિસમસની ભેટ અને અન્ય સામગ્રીઓ મોકલવામાં આવી હતી. આખો વીડિયો અહીં જુઓ… આ સમાચાર પણ વાંચો… સ્પેસમાંથી સુનીતા વિલિયમ્સે કહ્યું- “નો પ્રોબલ્મ! અમે ઘરે પાછા આવીશું”:સ્પેસમાં ખૂબ એન્જોય કરી રહી છું; ખૂબ જ સારું ફિલિંગ થઈ રહ્યું છે; બે અમેરિકન વૈજ્ઞાનિકો એક મહિનાથી અવકાશમાં ફસાયા છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી નીકળવાની રાહમાં અટવાયેલા બે અમેરિકન અવકાશયાત્રીઓએ જણાવ્યું છે કે તેઓને વિશ્વાસ છે કે તેઓ જે મુશ્કેલીમાં મુકાયા હતા તે બોઇંગ સ્ટારલાઇનર ટૂંક સમયમાં પૃથ્વી પર પરત લઈ આવશે, પરંતુ ઘણી અનિશ્ચિતતાઓ હજુ પણ છે. અહીં ક્લિક કરીને વાંચો સંપૂર્ણ સમાચાર…