સમગ્ર વિશ્વમાં આજે (25 ડિસેમ્બર) નાતાલનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ફિલ્મ સ્ટાર્સ પણ આ તહેવારને ખાસ રીતે ઉજવી રહ્યા છે. રણબીર કપૂર-આલિયા ભટ્ટે ગઈ કાલે મહેશ ભટ્ટના ઘરે ક્રિસમસની ઉજવણી કરી હતી. તો શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ બંને બાળકો વિયાન અને સમિષા સાથે સેલિબ્રેશન કર્યું. શિલ્પાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો, જેમાં સાન્તાક્લોઝની એન્ટ્રી જોવા મળી રહી છે.
શિલ્પા શેટ્ટીના ઘરે આવ્યો સાન્તાક્લોઝ!
આ વખતે સિક્રેટ સાન્તા ઘણી બધી ગિફટો સાથે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના ઘરે આવ્યો. સાન્તાક્લોઝની એન્ટ્રી થતાં જ શિલ્પાના બંને બાળકો તેને જોઈને ઉત્સાહિત થઈ જાય છે અને સમિષા તો ખુશીથી ઝૂમી ઉઠી. સાન્તાએ બાળકોને ઘણી બધી ગિફ્ટો આપી અને તેમને ક્રિસમસની સ્ટોરીઓ પણ સંભળાવી અને બંને બાળકો તેને ખૂબ જ ધ્યાનથી સાંભળતા જોવા મળ્યા. ચાહકોએ શિલ્પા-રાજને શુભેચ્છા પાઠવી હતી
આ પછી શિલ્પા અને રાજે બાળકો સાથે ક્રિસમસ ગીત પર ડાન્સ કર્યો હતો. શિલ્પાએ જે રીતે ક્રિસમસનું સેલિબ્રેશન કર્યું તે જોઈને ચાહકો પણ ખૂબ જ ખુશ છે અને તેને આ દિવસની શુભકામનાઓ આપી રહ્યા છે. કોઈએ શિલ્પાના ક્રિસમસ સેલિબ્રેશનને સૌથી ક્યૂટ ગણાવ્યું તો કોઈએ કહ્યું કે આ વીડિયો જોઈને દિલ ખુશ થઈ ગયું. ફેન્સ પણ શિલ્પા અને તેના પરિવારને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા હતા. રાજ કુન્દ્રા ફરી પોર્નોગ્રાફી કેસ મામલે ચર્ચામાં
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા ફરી એકવાર સમાચારમાં છે. પોર્નોગ્રાફી કેસમાં કાયદાકીય મુસીબતોમાં ઘેરાયેલા રાજ કુન્દ્રાએ તાજેતરમાં જ આ અંગે સ્પષ્ટતા કરી હતી અને સમગ્ર મામલાને ષડયંત્ર ગણાવ્યું હતું. રાજ કુન્દ્રાએ ત્રણ વર્ષ બાદ મૌન તોડ્યું
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ ત્રણ વર્ષ બાદ આ મામલે મૌન તોડ્યું હતું. તેને આ બાબતે અગાઉ ન બોલવાનો અફસોસ વ્યકત કર્યો હતો. રાજ કહ્યું હતું કે તેણે પહેલા તેના પરિવાર માટે વાત કરવી જોઈતી હતી. ક્યારેક-ક્યારેક મૌન આનંદાયક હોય છે પરંતુ જ્યારે વાત પરિવારની આવે છે ત્યારે મને લાગે છે કે મારે સામે આવીને બોલવું જોઈએ, મને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે. હું આ ન્યાય માટે છેલ્લા 3 વર્ષથી લડી રહ્યો છું, પરિવાર વિના એ 63 દિવસ ગુજારવા માટે માટે મુશ્કેલ હતું, હું કોર્ટમાં લડી રહ્યો છું, મને વિશ્વાસ છે કે હું આ કેસ જીતીશ.