back to top
Homeગુજરાતદર્દીને મૂકીને સુરત પરત ફરતી એમ્બ્યુલન્સનો અકસ્માત:પૂણા કેનાલ રોડ પર ડ્રાઈવરે સ્ટીયરિંગ...

દર્દીને મૂકીને સુરત પરત ફરતી એમ્બ્યુલન્સનો અકસ્માત:પૂણા કેનાલ રોડ પર ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા BRTS રેલિંગને અથડાઈ પલટી ખાઇ ગઇ, ચાલકને ગંભીર ઈજા

ડેડીયા પાડાથી દર્દીને મૂકીને પરત આવતી સુરત નવી સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. પૂણા કેનાલ રોડ પર એમ્બ્યુલન્સ બીઆરટીએસ રેલિંગને અથડાઈ પલટી ખાઇ ગઇ હતી. જેથી એમ્બ્યુલન્સ ચાલકને ગંભીર ઈજાઓ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. દર્દીને મૂકી પરત ફરતા અકસ્માત થયો
ભાઠેના પંચશીલ નગરમાં 27 વર્ષીય આશિષ સત્યદેવ દુબે રહે છે. તે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. મંગળવારે સાંજે આશિષ નવી સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં દર્દીને મૂકવા માટે ડેડીયા પાડા ખાતે ગયો હતો. રાત્રિના તે હોસ્પિટલ ખાતે પરત આવી રહ્યો હતો. દરમિયાન પૂણા કેનાલ રોડ પાસે આશિષે એમ્બુલન્સના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેથી એમ્બ્યુલન્સ બીઆરટીએસના રેલીંગ સાથે અથડાઈ પલટી મારી ગઇ હતી. સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. લોકોએ ચાલકને એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢ્યો
અકસ્માત થતા એમ્બ્યુલન્સ ચલાવનાર આશિષને ગંભીર ઈજા થઈ હતી. લોકોએ એકત્રિત થઈને તેને એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢ્યો હતો. 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં આશિષને ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. તેમજ રસ્તાની વચ્ચે છોકરાઓ આવી ગયા હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું આશિષે ડોકટર સામે કહ્યું હતું. પરંતુ આશિષે દારૂ પીધા બાદ એમ્બ્યુલન્સ ચલાવતો હોવાનું નવી સિવિલ હોસ્પિટલમાં ચર્ચા ચાલી રહી છે. હાલ તો આશિષને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments