ઉત્તરાખંડના નૈનીતાલમાં બુધવારે મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી છે. આ અકસ્માતમાં એક બાળક સહીત 4ના મોત થયા હતા. જ્યારે 24 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં એક મહિલા અને બે પુરૂષ છે. આ અકસ્માત નૈનીતાલમાં ખૈરણા પાસે થયો હતો. ઘટનાની જાણકારી મળતા જ SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘાયલોને દોરડા વડે રસ્તા પર લાવવામાં આવી રહ્યા છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. બસમાં લગભગ 35 લોકો સવાર હતા આ બસ અલ્મોડાથી નૈનીતાલ જઈ રહી હતી. બસમાં લગભગ 35 લોકો સવાર હતા. કહેવામાં આવી રહ્યું છે કે 15 થી 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ અને સ્થાનિક લોકો બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. નૈનીતાલથી ફાયર વિભાગ અને SDRFની ટીમ પણ ઘટનાસ્થળે રવાના થઈ હતી. ગયા મહિને પણ એક અકસ્માત થયો હતો ગયા મહિને પણ ઉત્તરાખંડના અલ્મોડામાં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. આ ઘટનામાં 36 લોકોના મોત થયા હતા. તેમજ, 12 નવેમ્બરના રોજ દેહરાદૂનમાં એક ભયાનક કાર અકસ્માતમાં છ વિદ્યાર્થીઓના મોત થયા હતા.