back to top
Homeગુજરાતજૂનાગઢ ઝુમાં 'વ્હાઇટ ટાઇગર'ની એન્ટ્રી:સક્કરબાગે સિંહની જોડી આપી ને રાજકોટે બે સફેદ...

જૂનાગઢ ઝુમાં ‘વ્હાઇટ ટાઇગર’ની એન્ટ્રી:સક્કરબાગે સિંહની જોડી આપી ને રાજકોટે બે સફેદ વાઘ આપ્યા, આવતીકાલથી પ્રવાસીઓ નિહાળી શકશે

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સવા બે વર્ષ પછી સફેદ વાઘની જોડીનું આગમન થયું છે. 26 ડિસેમ્બર- ગુરૂવારથી પ્રવાસીઓ તેને જોઇ શકાશે. આ અંગે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના નિયામક અક્ષય જોષીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા એનીમલ એક્ષચેન્જ પ્રોગ્રામ ચાલે છે. જે અંતર્ગત જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય અને રાજકોટના પ્રદ્યુમન પાર્ક વચ્ચે ભારત સરકારના સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરીથી એનીમલ એક્ષચેન્જ પ્રોગ્રામ નક્કી કરાયો હતો. આમાં જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી 1 જોડી સિંહ(નર અને માદા)ને રાજકોટના પ્રદ્યુમન પાર્કને મોકલવામાં આવ્યા છે. જેના બદલામાં રાજકોટથી 1 જોડી સફેદ વાઘ(નર અને માદા)ને જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં લાવવામાં આવ્યા છે. દરમિયાન સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની ગાઇડ લાઇન મુજબ સફેદ વાઘની જોડીને 21 દિવસ સુધી ક્વોરન્ટાઇન ફેસેલીટીમાં રાખવામાં આવ્યા હતા. હવે ક્વોરન્ટાઇન સમય પૂરો થતા વાઘની જોડીને જંગલ સફારી રૂટમાં મુકવામાં આવ્યા છે. બુધવારે સક્કરબાગમાં રજા હોય ગુરૂવારથી પ્રવાસીઓ સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીને જોઇ શકશે.જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં સવા બે વર્ષ પહેલા છેલ્લા વાઘનું મોત થયું હતું. આમ, સવા બે વર્ષ પછી પ્રવાસીઓ વાઘને નિહાળી શકશે. ગુજરાતમાંથી સિંહ મોકલવો હોય તો મુખ્યમંત્રીની પરવાનગી લેવી પડે
ગુજરાતમાં કોઇપણ જગ્યાએથી એનિમલ એક્ષ્ચેન્જ પ્રોગ્રામ હેઠળ સિંહ મોકલવાનો હોય તો સૌપ્રથમ ઝૂએ મુખ્યમંત્રી કાર્યાલય પાસેથી આની પરવાનગી મેળવવી પડે છે. ત્યાંથી પરવાનગી મળ્યા બાદજ સિંહ બીજા રાજ્યમાં મોકલી શકાય છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સમયથી આ નિયમ અમલી બનાવાયો છે. સફેદ વાઘની રોચક માહિતી વાઘ જોવા વધારાના 50 ચૂકવવા પડશે
સફેદ વાઘને જોવા માટે પ્રવાસીઓએ વધારાના 50 રૂપિયા ચૂકવવાની તૈયારી રાખવી પડશે. કારણ કે આ વાઘ કોઇ પાંજરામાં નહિ હોય. જો પાંજરામાં વાઘ હોય તો તમે માત્ર 40 રૂપિયાની ટિકીટમાં જોઇ શકત. પરંતુ આ વાઘને જંગલ સફારી રૂટ પર રાખવામાં આવશે. ત્યારે જંગલ સફારી રૂટમાં જવા માટે પ્રવાસીઅોએ વધારાના 50 રૂપિયાની ટિકીટ લેવી પડે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી આવી પરવાનગી આપી શકે
આ અંગે નિવૃત્ત ડીસીએફ સુદેશ વાઘમારે જણાવ્યું હતું કે, જો દિલ્હીની સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી એનિમલ એક્ષ્ચેન્જ પ્રોગ્રામ હેઠળ એક ઝૂમાંથી પ્રાણીઓના બદલામાં અપાતા પ્રાણી બીજા ઝૂને મોકલવાની પરવાનગી આપે તો આ રીતે અદલાબદલી કાયદેસર છે. ટેક્નિકલ, વૈજ્ઞાનિક તેમજ આર્થિક કારણો જેતે ઝૂએ રજૂ કરવા પડે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments