ભરૂચમાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ બાદ ગતરોજ 72 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મની ઘટના સામે આવી હતી. જેમાં પોલીસે 2 કલાકમાં ડ્રોનથી 3 ગામની સીમનો 1 હજાર એકર વિસ્તાર ખંખોળીને આરોપી અંતે કેરવાડા ગામમાંથી ઝડપી લીધો હતો. જેનું આજે પોલીસે સરઘસ કાઢીને ઘટનાનું રિ-કન્ટ્રક્શન કર્યું હતું. જેમાં આરોપીએ પોતે કરેલા કાંડ પોલીસ સમક્ષ વર્ણવ્યા હતા. ઝઘડિયામાં 10 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ બાદ નરાધમે તેના ગુપ્તાંગમાં નાંખેલા સળિયાના કારણે તેણે જીવગુમાવી દીધો હતો. આ અમાનુષીકૃત્યની શાહી સુકાઇ તે પહેલાં આમોદ તાલુકાના એક ગામમાં સાધ્વી જેવું જીવન ગાળતાં 70 વર્ષીય વૃદ્ધા પર 35 વર્ષીય યુવાને દુષ્કર્મ આચર્યું હતું. આમોદ તાલુકામાં આવેલાં એક ગામની સીમમાં સાધ્વી જેવું જીવન જીવતા 70 વર્ષના એક વૃદ્ધા ઝૂપડાં જેવી ઓરડીમાં રહેતાં હતા અને બકરાઓનું પાલન કરવા સાથે ખેતરમાં કામ કરી પોતાનું જીવનનિર્વાહ ચલાવતા હતા. આ દરમિયાન માંઇટોલા ગામે રાઠોડ વાસમાં રહેતાં શૈલેષ રાઠોડે રાત્રીના સમયે વૃદ્ધાના ત્યાં જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાને પગલે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી નરાધમને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યાં હતાં. આમોદ પીઆઇ આર. બી. કરમટીયા સહિત એલસીબી પીઆઇ એમ. પી.વાળા સહિત તેમની ટીમોએ આરોપીના સગડ મેળવવા અલગઅલગ વ્યૂહરચના હાથ ધરી હતી. આરોપી તેના ઘરે ન મળતાં તે આસપાસના કોઇ ખેતરોમાં સંતાયો હોવાની શક્યતાઓને લઇને પોલીસે આસપાસના ગામોની સીમમાં ખેતરોમાં ડ્રોન ઉડાવી તેને પકડવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે,આરોપી આમોદના જ કેરવાડાગામની સીમમાં આંટાફેરો મારતો હોવાની બાતમી મળતાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં તેણે કબુલ્યું હતું કે, છેલ્લાં એક સપ્તાહમાં તેણે બેવાર વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું છે. જેના પગલે ટીમે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ડ્રોન કેમેરાની મદદ લીધી હતી. બે કલાક સુધી 3 ગામની સીમમાં ડ્રોન ઉડાવી એક હજાર એકર કરતાં વધારે વિસ્તાર ફંફોળવામાં આવ્યો હતો અને અંતે આરોપી કેરવાડા ગામમાંથી એલસીબીના હાથે ઝડપાઇ ગયો હતો. ઝડપાયેલાં આરોપીની ઉંમર 35 વર્ષથી થઇ ગઇ હોવા છતાં તેના લગ્ન થયાં ન હતાં. તે રખડાળું જેવું જીવન જીવતો હતો. સાધ્વીનું જીવન જીવતી વૃદ્ધા સાથે ગત વર્ષે પણ દુષ્કર્મ આચર્યું હતું. જે કેસમાં જામીન મળતાં તે જેલમાંથી બહાર આવ્યો હતો અને ફરીથી વૃદ્ધાને ટાર્ગેટ કર્યા હતા. આજે પોલીસે આરોપીનું સરઘસ કાઢીને ઘટનાનું રિ-કન્ટ્રક્શન કર્યું હતું. જેમાં આરોપીએ પોતે કરેલા કાંડ પોલીસ સમક્ષ વર્ણવ્યા હતા.