વરુણ ધવનની ફિલ્મ ‘બેબી જોન’ આજે ક્રિસમસના અવસર પર રિલીઝ થઈ ગઈ છે. સાઉથની અભિનેત્રી કીર્તિ સુરેશે આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે. તાજેતરમાં જ મુંબઈમાં ફિલ્મનું સ્ક્રિનિંગ યોજાયું હતું. આ દરમિયાન, એક વીડિયો સામે આવ્યો, જેમાં એક્ટ્રેસની ટીમના સભ્યો પાપારાઝીને ગાળો આપતા જોવા મળે છે. વાસ્તવમાં, પાપારાઝી જ્યારે કીર્તિ તેની કારમાં બેઠી હતી ત્યારે તેની તસવીરો લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કીર્તિ સુરેશ ઈવેન્ટ પછી તેની કારમાં બેસીને જઈ રહી હતી, જ્યારે પાપારાઝી તેની તસવીરો લેતા રહ્યા, જેના કારણે કીર્તિની ટીમના સભ્યો તેમની ગોપનીયતાનું ઉલ્લંઘન કરવા બદલ પાપારાઝી પર ગુસ્સે થઈ ગયા અને તેઓએ પાપારાઝીની અપશબ્દો બોલ્યા. વીડિયોમાં કીર્તિની ટીમના સભ્યો કહે છે, ‘તમે આવા ફોટા કેમ ખેંચો છો? તે બેસવા જઈ રહી છે. આવી વિચિત્ર રીતે ફોટા ન લો. વાયરલ વીડિયો પર લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાકે કીર્તિનું સમર્થન કર્યું તો કેટલાકે એક્ટ્રેસને અહંકારી ગણાવી. ફિલ્મ ‘બેબી જોન’ રિલીઝ થઈ ગઈ છે
વરુણ ધવનની એક્શન થ્રિલર ફિલ્મ ‘બેબી જોન’ આજે ક્રિસમસના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. કાલિસ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ એટલી દ્વારા બનાવવામાં આવી છે. ફિલ્મમાં વરુણ ધવનની સાથે કીર્તિ સુરેશ, વામિકા ગબ્બી, જેકી શ્રોફ અને રાજપાલ યાદવની મહત્ત્વની ભૂમિકા છે. બાળ કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી
કીર્તિ સુરેશે 2000માં બાળ કલાકાર તરીકે તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ 2013માં તેણે મલયાલમ ફિલ્મ ગીતાંજલિથી લીડ એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ માટે તેને SIIMA એવોર્ડ્સમાં બેસ્ટ ડેબ્યુનો એવોર્ડ પણ મળ્યો હતો. સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશે તાજેતરમાં જ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ એન્ટની થાટિલ સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન ગોવામાં તમિલ રીત-રિવાજથી થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કપલ છેલ્લા 15 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યું હતું.