ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં 904 રેટિંગ પોઈન્ટ મેળવનાર બીજો ભારતીય બન્યો છે. તેણે રવિચંદ્રન અશ્વિનના રેકોર્ડની બરાબરી કરી. ડિસેમ્બર 2016માં અશ્વિનને આટલા રેટિંગ પોઈન્ટ મળ્યા હતા. બીજી તરફ, ટ્રેવિસ હેડ તેના સતત શાનદાર પ્રદર્શન બાદ ICC મેન્સ ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ટોપ-4માં પહોંચી ગયો છે. તેનું કારણ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત સામે તેનું સારું પ્રદર્શન છે. હેડ યશસ્વી જયસ્વાલને પાછળ છોડીને ચોથા સ્થાને પહોંચી ગયો છે. તો યશસ્વી હવે નંબર-5 પર પહોંચી ગયો છે. ઇંગ્લેન્ડનો જો રૂટ ટોપ પર છે. બોલિંગ રેન્કિંગમાં રબાડા બીજા સ્થાને
બુમરાહે અત્યાર સુધી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રણ પ્રારંભિક મેચમાં 21 વિકેટ ઝડપી છે. તે ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર યથાવત છે. સાઉથ આફ્રિકાનો કાગીસો રબાડા (856) હાલમાં બીજા સ્થાને છે અને ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જોશ હેઝલવુડ (852) ત્રીજા સ્થાને છે. રવીન્દ્ર જાડેજાને વિકેટ ન મળવાને કારણે નુકસાન થયું છે અને તે 10મા નંબરે સરક્યો છે. કેએલ રાહુલને 10 સ્થાનનો ફાયદો થયો
એડિલેડમાં સદી બાદ ગાબા ખાતે 152 રનની શાનદાર ઈનિંગ રમનાર ટ્રેવિસ હેડ 825 પોઈન્ટ સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે ત્રીજી ટેસ્ટમાં તેના દેશબંધુ સ્ટીવ સ્મિથની સદી તેને ફરી એકવાર ટોપ-10માં લઈ ગઈ છે. બીજી તરફ, ગાબા ટેસ્ટમાં ભારતની પ્રથમ ઇનિંગમાં કેએલ રાહુલના શાનદાર પ્રદર્શનને કારણે તેને 10 સ્થાનનો ફાયદો થયો છે. આ સાથે તે 40માં સ્થાને પહોંચી ગયો છે. યશસ્વી જયસ્વાલ એક સ્થાન નીચે પાંચમા સ્થાને છે. ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં જાડેજા ટોપ પર યથાવત
રવીન્દ્ર જાડેજા ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોચ પર છે. ત્રીજી ટેસ્ટ બાદ સંન્યાસ લેનાર રવિચંદ્રન અશ્વિન ત્રીજા નંબર પર યથાવત છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ભારત સામેની ત્રીજી ટેસ્ટમાં ચાર વિકેટ અને 42 રન લઈને ટોપ-10માં પોતાનું સ્થાન પાછું મેળવી લીધું છે. સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો… મેલબોર્ન ટેસ્ટ: ભારત ઓપનિંગમાં ફેરફાર કરી શકે: ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11 રિલીઝ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ આવતીકાલે (26 ડિસેમ્બર)થી મેલબોર્ન સ્ટેડિયમમાં રમાશે. મેચ સવારે 5:00 વાગ્યે શરૂ થશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બુધવારે આ મેચ માટે પ્લેઇંગ-11 જાહેર કરી છે. ટીમમાં 2 ફેરફાર કર્યા છે. સેમ કોન્સ્ટાસ ડેબ્યૂ કરશે, જ્યારે સ્કોટ બોલેન્ડ ઈજાગ્રસ્ત જોશ હેઝલવુડનું સ્થાન લેશે. આ સાથે જ ગાબા ટેસ્ટમાં ઈજાગ્રસ્ત ટ્રેવિસ હેડ પણ ફિટ થઈ ગયો છે. સંપૂર્ણ સમાચાર વાંચો…