ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની ક્રિસમસ પર સાન્તાક્લોઝ લુકમાં જોવા મળ્યો હતો. તેની પત્ની સાક્ષીએ ધોનીની તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. બુધવારે માહીએ તેના પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી. સાક્ષીએ શેર કરેલી તસવીરમાં તે તેની પુત્રી ઝીવા ધોનીને ગળે લગાવતો જોવા મળી રહ્યો છે અને ઝિવા તેને કિસ કરતી જોવા મળી રહી છે. ફોટોમાં ધોની મોટી દાઢી અને લાલ ટોપી સાથે સાન્તાક્લોઝ લુકમાં જોવા મળી રહ્યો છે. જુઓ ધોનીની સાન્તાક્લોઝની તસવીર… ધોનીએ ખૂબ જ મસ્તી કરી
દીકરી ઝિવાએ એમએસ ધોની સાથે ખૂબ મસ્તી કરી હતી. સાક્ષી પણ માહી સાથે ગ્રીન ડ્રેસમાં જોવા મળી હતી. ધોનીની સાન્ટા કેપ પર માહી લખેલું છે અને ધોની પાસે સાન્ટા તરીકે ઘણી ગિફ્ટ પડી છે. ધોની IPLમાં જોવા મળશે
ધોની IPL 2025માં જોવા મળશે. IPL-2025ના ઓક્શન પહેલા તેને ચેન્નઈ સુપર કિંગ્સે અનકેપ્ડ ખેલાડી તરીકે રિટેન કર્યો હતો. ગાયકવાડને કેપ્ટનશિપ સોંપી હતી
ચેન્નઈ સુપર કિંગ્સે ધોનીની કેપ્ટનશિપમાં 2023માં પાંચમું ટાઈટલ જીત્યું હતું. આ પછી, આગામી સિઝનમાં, માહીએ ઋતુરાજ ગાયકવાડને કેપ્ટનશિપ સોંપી હતી. પરંતુ 2024 IPLમાં ચેન્નઈને ગ્રૂપ સ્ટેજમાંથી જ બહાર થવાનો વારો આવ્યો હતો.