વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં એક્સાઇઝની ટીમ સંઘ પ્રદેશ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન દયાત ફળિયા લાલ બંગલા પાછળ દારૂનો ગેરકાયદેસર જથ્થો રાખ્યા બાદ ત્યાથી બીજી જગ્યા પર સપ્લાય કરવામા આવતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે એક્સાઇઝની ટીમે છાપો મારતા સ્થાનિક બુટલેગરો દ્વારા એક્સાઇઝની ટીમ ઉપર હુમલો કરી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ સંઘ પ્રદેશની પોલીસની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની એક્સાઇઝની ટીમ સંઘ.પ્રદેશ વિસ્તામાં એક્સાઇઝની ચોરી અટકાવવા પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન દાદરા નગર હવેલીની એક્સાઇઝ વિભાગની ટીમને દયાત ફળિયા લાલ બંગલા પાછળ કેટલાક બુટલેગરો દ્વારા ગેરકાયદેસર રીતે.વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યા હોવાનું અને હાલમાં વિદેશી દારૂનો જથ્થો ત્યાથી બીજી જગ્યા પર સપ્લાય કરવામા આવતો હોવાની બાતમી મળી હતી આ બાતમીના આધારે એક્સાઇઝ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છાપો મારી નિયમ.અનુસાર કાર્યવાહી હાથ ધરી રહ્યા હતા. તે સમયે અચાનક જ બુટલેગરોએ એક્સાઇઝની ટીમ ઉપર હુમલો કર્યો હતો. જેમા એક્સાઇઝ વિભાગની 2 કારના કાચો તોડી નાખ્યા બાદ ત્યાથી બુટલેગરો ફરાર થઇ ગયા હતા. એક્સાઇઝ વિભાગની ટીમે જે ગાડીમા દારૂનો જથ્થો ભરવામા આવી રહ્યો હતો તે અને ગેરકાયદેસર દારૂનો જથ્થો જપ્ત કરવામા આવ્યો છે. બુટલેગરો દ્વારા અચાનક હુમલો કરાતા એક્સાઇઝ વિભાગની ટીમે સ્થાનિક પોલીસને બોલાવી હતી. આ હુમલો કરનાર કોણ હતા અને ક્યાંથી આવ્યાં હતા એ અંગે સેલવાસ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સેલવાસ પોલીસની ટીમે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.