થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને મોટી માત્રામાં નશીલા પદાર્થોની હેરાફેરી થતી હોય પોલીસ દ્વારા વડોદરા શહેર સહિત તમામ ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વડોદરા પોલીસના ઝોન-3માં પોલીસ દ્વારા 54 ટુ વ્હીલર તથા 4 કાર મળી 58 વાહન ડિટેઇન કરવામાં આવ્યા છે અને ડ્રીંક એન્ડ ડ્રાઇવના પણ 8થી વધારે ગુનામાં દાખલ કરવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે. જેના માટે આયોજકો દ્વારા વિવિધ વિસ્તારમાં હોટલો રેસ્ટોરન્ટો પાર્ટી પ્લોટો અને ફાર્મ હાઉસ સહિતના સ્થળો બુક કરાવી દીધા છે. ત્યારે પોલીસ વિભાગે પણ તહેવારની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. નશીલા પદાર્થની હેરાફેરી આ તહેવાર ટાણે મોટી માત્રામાં થતી હોય પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત વાહન ચાલકોને પણ બ્રેથ એનાલાઇઝરથી ચેક કરાઈ રહ્યા છે. 31 ડિસેમ્બરને લઇને વડોદરા શહેરના ઝોન -3માં આવતા વાડી, પાણીગેટ, કપુરાઇ, મકરપુરા તથા માંજલપુર પોલીસ સ્ટેશનમાં વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી છે. જેમાં નંબર પ્લેટ ન હોય, મોડીફાય સાઇલેન્સર, આરસી બુક લાઇસન્સ ન હોય તેવા 54 જેટલા બુલેટ સહિતના ટુ વ્હીલર તથા બ્લેક ફિલ્મ લગાવેલી હોય તેમજ ડોક્યુમેન્ટ્સ ન હોય તેવી 4 કાર કબજે કરવામાં આવી છે. ઉપરાંત ડ્રીંક એન્ડ ડ્રાઇવના પણ 8થી વધારે ગુનામાં દાખલ કરાયા છે.