back to top
Homeદુનિયાપ્લેનમાં બેસવાના જ હતા ને અગનગોળા વરસ્યા:યમનમાં એરપોર્ટ પર માંડ-માંડ બચ્યા WHO...

પ્લેનમાં બેસવાના જ હતા ને અગનગોળા વરસ્યા:યમનમાં એરપોર્ટ પર માંડ-માંડ બચ્યા WHO ચીફ ટેડ્રોસ, ઈઝરાયલે 25 વિમાનો સાથે એરસ્ટ્રાઈક કરી; 2નાં મોત

યમનની રાજધાની સનાના એરપોર્ટ પર ગુરુવારે ઇઝરાયલના હુમલામાં WHOના ચીફ ટેડ્રોસ એડેહોમન માંડ-માંડ બચ્યા હતા. ટેડ્રોસ થોડા સમય પછી એરપોર્ટથી રવાના થવાના હતા, ત્યારે આ હુમલો ઈઝરાયલથી થયો હતો. આ હુમલામાં વિમાનનો એક ક્રૂ મેમ્બર ઘાયલ થયો હતો. આ સિવાય બે અન્ય લોકોના મોત થયા છે. ટેડ્રોસે X પર પોસ્ટ કરીને આ હુમલાની જાણકારી આપી. તેમણે લખ્યું કે અમે પ્લેનમાં બેસવાના હતા તેના 2 કલાક પહેલા એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. હુમલામાં રનવેને નુકસાન થયું છે. ટેડ્રોસ અને તેના સાથીઓએ રનવેનું સમારકામ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. તેમણે હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક પણ વ્યક્ત કર્યો હતો. ટેડ્રોસ અને તેમની ટીમ યુએન ટીમના સ્ટાફને મુક્ત કરવા માટે વાટાઘાટો કરવા યમન પહોંચી હતી. ઈઝરાયલે 25 વિમાનો સાથે એરસ્ટ્રાઈક કરી
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ ગુરુવારે યમનમાં હુથી બળવાખોરોના સ્થાનોને નિશાન બનાવીને હવાઈ હુમલો કર્યો હતો. IDFએ દાવો કર્યો હતો કે તેણે આ હવાઈ હુમલામાં હુથીઓના સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હતા. આમાં સના ઇન્ટરનેશનલ એરપોર્ટ, હેજાઝ અને રાસ કનેટિબ ખાતેના પાવર સ્ટેશન અને અલ હુદાયદાહ, સલિફ અને રાસ કનેટિબના બંદરોનો સમાવેશ થાય છે. હવાઈ ​​હુમલા માટે 25 વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફાઈટર જેટ્સ ઉપરાંત તેમાં રિફ્યુઅલિંગ પ્લેન અને જાસૂસી પ્લેન પણ સામેલ હતા. આ હુમલાઓમાં 6 લોકોના મોત થયા છે. બીજી તરફ હુથી વિદ્રોહીઓ પણ સતત ઈઝરાયલને નિશાન બનાવી રહ્યા છે. 16 ડિસેમ્બરથી, હુથીઓએ ઇઝરાયલ પર 5 બેલેસ્ટિક મિસાઇલો અને 5 ડ્રોન હુમલાઓ શરૂ કર્યા છે. IDF અનુસાર, છેલ્લા એક વર્ષમાં હુથીઓએ ઇઝરાયલ પર 200થી વધુ મિસાઇલો અને 170 ડ્રોન છોડ્યા છે. યુએન ચીફે ઈઝરાયલ હુમલાની નિંદા કરી હતી
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે સના એરપોર્ટ પર ઈઝરાયલના હુમલાની નિંદા કરી છે. તેમણે ઇઝરાયલને આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન કરવા હાકલ કરી હતી. ગુટેરેસે કહ્યું કે નાગરિકો અને મદદગારોને નિશાન બનાવવું જોઈએ નહીં. ગુટેરેસે રાતા સમુદ્રમાં સના એરપોર્ટ, બંદરો અને પાવર પ્લાન્ટ્સ પર ઇઝરાયલના હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેણે ઈઝરાયલ અને હુથી બળવાખોરોને લશ્કરી કાર્યવાહી બંધ કરવા અને સંયમ રાખવા કહ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments