back to top
Homeદુનિયાભારતના વધુ એક દુશ્મનનો પાકિસ્તાનમાં અંત:મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ અબ્દુલ મક્કીનું હાર્ટ-એટેકથી મોત;...

ભારતના વધુ એક દુશ્મનનો પાકિસ્તાનમાં અંત:મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ અબ્દુલ મક્કીનું હાર્ટ-એટેકથી મોત; 2023માં વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો

મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદનો સાળો અને આતંકવાદી અબ્દુલ મક્કીનું આજે હૃદયરોગના હુમલાથી મોત થયું છે. મક્કી છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતો. હાઈ સુગરના કારણે લાહોરની એક ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. અબ્દુલ મક્કી આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાનો નાયબ ચીફ પણ હતો. 2020માં તેને આતંકવાદી ભંડોળ માટે અદાલત દ્વારા 6 મહિનાની સજા પણ કરવામાં આવી હતી. સજા બાદ તેણે પોતાની જાતને લો પ્રોફાઇલ રાખી હતી. 2023માં સંયુક્ત રાષ્ટ્રએ તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો. કોણ છે અબ્દુલ રહેમાન મક્કી?
અબ્દુલ રહેમાન મક્કીને હાફિઝ અબ્દુલ રહેમાન મક્કી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાવલપુરમાં થયો હતો. મક્કી લાંબા સમયથી હાફિઝ સઈદની નજીક હતો. તે લશ્કર અને જમાત-ઉદ-દાવામાં ઘણા મહત્વના પદો પર રહી ચૂક્યો છે. મક્કીએ રાજકીય વડા અને લશ્કર માટે ભંડોળ એકત્ર કરવા જેવા કાર્યો પણ સંભાળ્યા. તે લશ્કરની ગવર્નિંગ બોડી શૂરાના સભ્ય પણ હતો. મક્કીને 2000માં લાલ કિલ્લા અને 2008માં મુંબઈની તાજ હોટલ પર થયેલા આતંકવાદી હુમલા માટે ભારતીય એજન્સીઓ દ્વારા આરોપી ગણવામાં આવ્યો હતો. યુએસ નાણા વિભાગે તેને 2010માં વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં સામેલ કર્યો હતો. મક્કી પર કાર્યવાહીની ટાઈમલાઈન
મક્કીને પાકિસ્તાની પોલીસે 2019માં આંતરરાષ્ટ્રીય દબાણ બાદ આતંકવાદને ફંડિંગના આરોપમાં ધરપકડ કરી હતી. એપ્રિલ 2021માં તેને 9 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જો કે, પુરાવાના અભાવને ટાંકીને લાહોર હાઈકોર્ટે તેને થોડા મહિનાઓ પછી મુક્ત કરી દીધો. રિવોર્ડ ફોર જસ્ટીસ પ્રોગ્રામ હેઠળ અમેરિકાએ મક્કી પર 2 મિલિયન ડોલરનું ઈનામ રાખ્યું હતું અને તેને સજા અપાવવા માટે લોકો પાસેથી માહિતી માગી હતી. 2022માં ભારત અને અમેરિકાએ સંયુક્ત રીતે યુએન નિયમ 1267 હેઠળ તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે ચીને તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી ચીને જાન્યુઆરી 2023માં તેના પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. આ પછી મક્કીને વૈશ્વિક આતંકવાદી યાદીમાં મૂકવામાં આવ્યો હતો. દાવો- આતંકવાદી મસૂદ અઝહરને અફઘાનિસ્તાનમાં હાર્ટ એટેક આવ્યો:પાકિસ્તાનમાં મિલિટરી હોસ્પિટલમાં શિફ્ટ; સંસદ અને પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ રહ્યો છે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહરને હાર્ટ-એટેક આવ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મસૂદ અઝહર અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં આતંકીઓને ટ્રેનિંગ આપી રહ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments