back to top
Homeગુજરાતરાંધણગેસ અને અનાજની ચોરી ઝડપાઇ:શિવરાજપુરની ગેસ એજન્સીમાં ગેરરીતિઓ ઝડપાતા DSOએ 69 ભરેલા...

રાંધણગેસ અને અનાજની ચોરી ઝડપાઇ:શિવરાજપુરની ગેસ એજન્સીમાં ગેરરીતિઓ ઝડપાતા DSOએ 69 ભરેલા સિલિન્ડર સિઝ કર્યા, MDMના અનાજનો જથ્થો ઝડપાતા સંચાલક છૂટા કરાયાં

હાલોલ તાલુકાના શિવરાજપુર ખાતે આવેલી ઇન્ડિયન ગેસ સંચાલિત ગેસ એજન્સીની જિલ્લા પુરવઠા અધિકારી અને અધિક કલેક્ટર દ્વારા આકસ્મિત તપાસ હાથ ધરતા એજન્સીના સંચાલક દ્વારા કરવામાં આવતી ગંભીર પ્રકારની ગેરરીતિઓ ઝડપી પાડવામાં આવી હતી. વળી એજન્સીના પાલનપુરમાં આવેલા ગોડાઉનમાંથી 69 ગેસના ભરેલા સિલીંડરોની ઘટ પણ જણાઈ આવતા પુરવઠા અધિકારી દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. તો ત્યાંથી કેસરપુરા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના અનાજ અને તેલનો અનઅધિકૃત સંગ્રહ કરેલો જથ્થો પણ મળી આવતા સંચાલકને તાત્કાલિક અસરથી ફરજ પરથી છૂટા કરવામાં આવ્યા છે. હાલોલ તાલુકામાં શિવરાજપુર ગામે આવેલ ઇન્ડિયન ગેસ સંચાલિત ગેસ એજન્સીની આકસ્મિક તપાસ કરતા ગેસ એજન્સીમાં ગંભીર પ્રકારની ગેરરીતિઓ જણાઈ આવી હતી. એજન્સીના પાલનપુર ગામે આવેલા ગોડાઉન ખાતે અધિકારીઓને ગેસના સિલીન્ડરની ડિલિવરી કરતા કોઈ પણ ગ્રાહકોને નિયમ મુજબ મળવા પાત્ર રીબેટ આપવામાં આવતું ન હતું. એજન્સી ઉપર સ્ટોકનો જથ્થો તથા ગેસ સિલિન્ડરની કિંમત દર્શાવતું બોર્ડ પણ જોવા મળ્યું ન હતું. એજન્સી દ્વારા પોતાના ટેમ્પા દ્વારા ઘરે ઘરે જઈને ડિલિવરી કરવાની હોય તે ડિલિવરી બોયને ગ્રાહકોની યાદી આપવામાં આવતી ન હતી. ગ્રાહકોને ગેસ બોટલ મળ્યો તે બદલની પહોંચ પણ આપવામાં આવતી ન હોવાનું તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું. ગ્રાહકોને ફરિયાદ કરવા અંગે મામલતદાર અને જિલ્લા પુરવઠા અધિકારી વગેરે ના મોબાઇલ નંબર લખવામાં આવેલ ન હતા તો એજન્સીની ઓફિસમાંથી 238 પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની બુકલેટ મળી આવેલ છે. જે બુકલેટ કબ્જે લેવામાં આવી હતી. ગેસ ગોડાઉન પર રહેલ હાજર સ્ટૉકની ગણતરી કરી એજન્સીના સ્ટૉક રજીસ્ટર સાથે મેળવણું કરતા 69 ભરેલા ગેસના સિલિન્ડરની ઘટ પડેલ છે. ઘટ પડેલ ગેસ સિલન્ડર બાબતે તેઓ દ્વારા કોઈ વાજબી કે યોગ્ય કારણ રજૂ ન કરતા ₹ 56 હજાર 484 ની કિંમત ના હાજર ભરેલા ગેસ સિલિન્ડર માંથી 69 ગેસ સિલિન્ડર સીઝ કરવામાં આવ્યા હતા. તપાસણી દરમ્યાન ગેસ એજન્સીની ગાંધીની ચાલી શિવરાજપુરની ઓફિસની પાછળના ભાગે મધ્યાહન ભોજન યોજનાના અનાજના અન અધિકૃત રીતે સંગ્રહ કરવામાં આવેલા ચોખા 150 kg, તુવેરદાળ 36 kg, મીઠું 8 kg તથા તેલ 75 kg નો જથ્થો પણ મળી આવતા ₹ 26 હજાર 771નો જથ્થો પણ સિઝ કરવામાં આવ્યો હતો. ગેસ એજન્સીના સંચાલક નિનામા વીરેન્દ્રભાઈ પરથી ભાઈ દ્વારા કંપની સાથે કરેલ એગ્રીમેન્ટ્સ તથા L.P.G ઓર્ડર-2000 ની વિવિધ જોગવાઇઓનો ભંગ કરવામાં આવ્યો હોય તેઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. જ્યારે કેસરપુરા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન ના સંચાલિકા રાઠોડ ચંદ્રિકાબેન વિક્રમસિંહને મધ્યાહન ભોજનનો જથ્થો અનઅધિકૃત રીતે શિવરાજપુરમાં મૂકી રાખવા બાબતે હાલોલ મામલતદારને જાણ કરી તેઓને ફરજ ઉપરથી તત્કાલિત અસરથી છૂટા કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments