આદિત્ય બિરલા ગ્રુપની કંપની અલ્ટ્રાટેકે સ્ટાર સિમેન્ટમાં વધારાનો 8.7% હિસ્સો લીધો છે. રૂ. 851 કરોડની આ ડીલ સાથે, સિમેન્ટ ક્ષેત્રમાં અલ્ટ્રાટેકનો હિસ્સો વધીને 21.84% થયો છે અને તે વિશ્વની ત્રીજી સૌથી મોટી સિમેન્ટ કંપની છે. જ્યારે અદાણી ગ્રુપ 14.12% હિસ્સા સાથે બીજા સ્થાને છે. આનો અર્થ એ થયો કે આ ઉદ્યોગમાં માત્ર બે કોર્પોરેટ જૂથો પાસે 36% બજાર હિસ્સો છે. 2024 સુધીમાં, આ ક્ષેત્રમાં મર્જર-એક્વિઝિશનની 11 ડીલ કરવામાં આવી છે, જે 2014 પછી સૌથી વધુ છે. તેનું કારણ બે ગ્રુપ વચ્ચે નંબર વન માટેની લડાઈ હોવાનું કહેવાય છે. અલ્ટ્રાટેક વિશ્વની ત્રીજી સૌથી મોટી સિમેન્ટ કંપની છે