back to top
Homeગુજરાતઅગ્નિવીર ભરતી પ્રક્રિયા:વડોદરામાં 8 જાન્યુઆરીથી ફિઝકલ, મેડિકલ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની ભરતી...

અગ્નિવીર ભરતી પ્રક્રિયા:વડોદરામાં 8 જાન્યુઆરીથી ફિઝકલ, મેડિકલ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની ભરતી રેલી યોજાશે, જણો ઉમેદવારોને શું સુવિધા મળશે

આગામી 5 જાન્યુઆરી, 2025ની રાત્રિથી 15 જાન્યુઆરી, 2025 સુધી એ.આર.ઓ. અમદાવાદ અને જિલ્લા વહીવટી તંત્ર વડોદરા દ્વારા અગ્નિવીરની લેખિત પરીક્ષા પાસ થયેલા ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કુલ 20 જિલ્લા, તેમજ દમણ અને દાદરા નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશના કુલ 8,354 ઉમેદવાર માટે ફિઝકલ, મેડિકલ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે વડોદરા એમ. એસ. યુનિવર્સિટી પેવેલીયન ગ્રાઉન્ડ ખાતે અગ્નિવીર ભરતી રેલી યોજાશે. આર્મી રિક્રુટિંગ ઓફિસ (એ.આર ઓ.) અમદાવાદ દ્વારા 2024માં અગ્નિવીર લેખિત પરીક્ષા લેવામાં આવેલ હતી, જેમાં વડોદરા જિલ્લાના અગ્નિવીર જનરલ ડ્યુટી પાસ થયેલા 156 ઉમેદવારોની 8 જાન્યુ.ની રાત્રે (9 તારીખની સવારમાં) ફિઝિકલ ટેસ્ટ માટે વડોદરા ખાતે ભરતી રેલી યોજાશે. તેમજ 15 જાન્યુઆરીએ અગ્નિવીર ટેક્નીકલ, અગ્નિવીર ટ્રેડમેન અને અગ્નિવીર કલર્કની ભરતી રેલી ફિઝકલ ટેસ્ટ, મેડિકલ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશ કરવામાં આવશે. અગ્નિવીર ભરતી રેલીમાં લેખિત પરીક્ષા પાસ કરેલ વડોદરા જિલ્લાના ઉમેદવારોને તા. 9 જાન્યુઆરીના વહેલી સવારે (તા.8 જાન્યુઆરીની મધ્ય રાત્રિના 12.00થી) અગ્નિવીર ભરતીની ઓફિશિયલ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરેલ એડમીટ કાર્ડ, તેમજ એફિડેવિટના રજૂ કરવાથી પ્રવેશ આપવામાં આવશે. ઉમેદવારોનો પ્રથમ પી.એફ.ટી (ફિઝકલ ફિટનેશ ટેસ્ટ) લેવાશે. જેમાં (1600 મીટરની રનિંગ, પુલ અપસ, લાંબો કુદકો, ઉચો કુદકો, જીકજાક)ના ટેસ્ટ લેવાશે. તેમાં પાસ થનાર ઉમેદવારોના પી. એમ. ટી. (ફિઝકલ મેજરમેન્ટ ટેસ્ટ) લેવાશે. જેમાં વજન, ઉંચાઈ, છાતી, ટેટુ વગેરે તપાસવામાં આવશે. તે બાદ ઉમેદવારોના આર્મીના મેડિકલ ઓફિસર દ્વારા મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે, જેમાં પાસ થયેલ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. વડોદરા ખાતેની અગ્નિવીર ભરતી રેલીમાં આવતા ઉમેદવારોને ટ્રાન્સ્પોર્ટેશનની મુશ્કેલી ન પડે તે માટે જી.એસ.આર.ટી.સી દ્વારા જિલ્લા અને તાલુકાના ડેપો મેનેજરને ભરતી રેલીમાં આવનાર ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈને એકસ્ટ્રા બસો મુકવા સૂચનાઓ આપેલ છે. તેમજ વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વડોદરા ખાતે આવનાર ઉમેદવારો માટે ઠંડીને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડમાં તૈયાર મંડપ, બેરિકેડિંગ, લાઈટિંગ કરાવવા, કાયદો અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા, ઉમેદવારોને પીવાના પાણી, સફાઈ, શૌચાલય, તેમજ ગ્રાઉન્ડ પાસ થનાર અને મેડિકલ માટે રોકાણ કરનાર ઉમેદવારો માટે ફુડની અને રહેઠાણની સુવિધા માટે આયોજન કરવામાં આવ્યું છે.​​​​​​​ જિલ્લાની રોજગાર કચેરી ખાતે અગ્નિવીર ભરતીની નિવાસી તાલિમ મેળવેલ અને લેખિત પરીક્ષા પાસ ઉમેદવારો ભરતી રેલીના સ્થળ વડોદરા ખાતે વિના મુલ્યે પહોંચી શકે તે માટે રોજગાર કચેરીઓ દ્વારા મફત મુસાફરી એસટી બસના કુપનો પણ ઈસ્યુ કરવામાં આવશે. ભરતી રેલીમાં આવનાર અગ્નિવીર જનરલ ડ્યુટીના વડોદરા જિલ્લાના ઉમેદવારોએ 8 જાન્યુઆરીએ સાંજ સુધી વડોદરા પહોંચી જવા, તેમજ સાથે ફળ તેમજ સુકો નાસ્તો સાથે રાખવા જણાવવામાં આવે છે. વધુમાં ઉમેદવારોને દોડવા માટે સ્પોર્ટસ બુટ પહેરવા તેમજ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરેલ એડમિટ કાર્ડ અને પોતાના નામ વિગતો લખેલ એફિડેવિટને નોટરી કરાવીને રજૂ કરવુ. તેમજ તમામ ડોકયુમેન્ટ (દસ્તાવેજો ) અસલ (original) અને 3 નકલમાં અવશ્ય સાથે લાવવાના રહેશે. જેમાં આર્મીની વેબસાઇટ (https://joinindianarmy.nic.in)પરથી ડાઉનલોડ કરેલ ઓનલાઈન એડમિટ કાર્ડની 2 નકલ, છેલ્લા 3 મહિનામાં પડાવેલ 20 પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, વેબસાઈટ પરથી ડાઉનલોડ કરેલ પોતાના નામનુ એફિડેવિટ 10 રૂપિયાના નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પ પર એફિડેવિટ (સોગંદનામુ), ડોમિસાઈલ સર્ટિફિકેટ, જાતિનું પ્રમાણપત્ર (Cast Certificate), અનમેરિડ (લગ્ન ન કર્યા અંગેનું) ગામના સરપંચનું ફોટો સાથેનું સર્ટિફિકેટ. તેમજ શાળા-કોલેજના પ્રિન્સિપાલ, ગામના સરપંચ-મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા પોલીસ પાસેથી મેળવેલ ચારિત્ર્યનો દાખલો (કેરેક્ટર સર્ટિફિકેટ), સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC)-બોનોફાઇડ સર્ટિફિકેટ ફોટો સાથેનું, ધર્મનું પ્રમાણપત્ર, શિક્ષણના પ્રમાણપત્રો (ધોરણ-8, ધોરણ-10, ધોરણ-12, ડિગ્રી-ડિપ્લોમા, પોસ્ટ ગ્રેજ્યુએશન તમામ), પોતાના અસલ આધારકાર્ડ, પાનકાર્ડ અને બેંક પાસબુક તેમજ માતા અને પિતાના આધાર કાર્ડની નકલ સાથે રાખવા.​​​​​​​​​​​​​​ તેમજ લાગુ પડતું હોય તેવા ઉમેદવારોએ NCC A/B/C RD Parade Certificate, Sportsનું સર્ટિફિકેટ, રિલેશન સર્ટિફિકેટ, ITI (આઈ.ટી.આઈ) સર્ટિફિકેટ-માર્કશીટ, કમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ, LMV ડ્રાઇવિંગ લાઇસન્સ, બોડી ટેટૂ સર્ટિફિકેટ સાથે સાથે રાખવાના રહેશે. ઉમેદવારોને રેલી સબંધિત કે દસ્તાવેજો સબંધિત પ્રશ્નોના નિવારણ માટે એ.આર.ઓ. અમદાવાદની વેબસાઈટ અને તેમના હેલ્પલાઈન નંબર વડોદરા રોજગાર કચેરીનો તેમજ વડોદરા ખાતેની મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, વડોદરાના કન્ટ્રોલ રુમ-હેલ્પલાઈન નંબર 0265-2631326 પર સવારે 11.00થી 6.00 સુધી કોલ કરવા તેમજ વધુ સ્પષ્ટતા માટે ઉમેદવારોને અગ્નિવીર ભરતી રેલી માટે અધિકૃત વેબસાઇટ:- https://joinindianarmy.nic.in RALLY NOTIFICATION FOR AGNIVEER ARO AHMEDABAD 2024 નોટિફિકેશનની સૂચનાઓ ધ્યાને લેવા રોજગાર અધિકારી વડોદરાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments