back to top
Homeગુજરાતસાબરકાંઠામાં ફરીવાર CIDની ટીમ આવી પહોંચી:પ્રાંતિજ અને હિંમતનગરમાં BZ એજન્ટની ઓફિસ પર...

સાબરકાંઠામાં ફરીવાર CIDની ટીમ આવી પહોંચી:પ્રાંતિજ અને હિંમતનગરમાં BZ એજન્ટની ઓફિસ પર પહોંચી તપાસ હાથ ધરી

BZના ભૂપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણાથી ધરપકડ બાદ CIDની ટીમ આજે સાબરકાંઠાના પ્રાંતિજ અને હિંમતનગરમાં એજન્ટની ઓફિસ પર આવી હતી. જ્યાં ઓફિસની આજુબાજુના લોકોની સામાન્ય પૂછપરછ ઉપરાંત કેટલાકના નિવેદનો પણ લીધા છે. આ અંગેની વિગત એવી છે કે, સાબરકાંઠા જિલ્લામાં સોમવારે CIDની ટીમ પ્રાંતિજમાં એપ્રોચ રોડ પર આવેલ સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્ષમાં આવેલ એજન્ટ નિકેશ પટેલની ઓફિસમાં પહોંચ્યા હતા. જ્યાં ઓફિસના બોર્ડ પર ઉતરી ગયેલા જોવા મળ્યા હતા. જેને લઈને આજુબાજુના વેપારીઓની સામાન્ય પૂછપરછ કરી હતી. તો ઓફિસનું પંચનામું કરી ઓફિસમાં લગાવેલ સર્ટિફિકેટ ઉતારી લઈ કબજે લીધા હતા. તો દુકાન ભાડે આપનાર દુકાન માલિકનું નિવેદન લીધું હતું. પ્રાંતિજથી CID ટીમ હિંમતનગર આવી પહોંચી હતી. જેમાં હિંમતનગરના બહુમાળી ભવન પાસે આવેલ વ્યાપાર ભવનમાં આવેલ કમલેશ મોચી જેની ઓફિસમાં BZની ઓફિસ હતી. જેને લઈને સ્થળ પર તપાસ કરી આજુબાજુના દુકાનદારોની સામાન્ય પૂછપરછ કરી કેટલાકના નિવેદન લીધા હતા. ત્યાર બાદ CID ટીમ કમલેશ મોચીના ઘરે હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં સન્માન પાર્ક સોસાયટીમાં 44 નંબરના ઘરે પહોંચી હતું. જ્યાં ઘર બંધ હતું. ત્યાર બાદ આજુબાજુના રહીશોને પુછપરછ કરીને કેટલાકના નિવેદન લીધા છે. ત્યાર બાદ CID ટીમ અન્ય સ્થળે તપાસમાં જવા રવાના થઈ હતી. બીજી તરફ ઓફિસ પરથી બોર્ડ પણ ઉતરી ગયા હતા. જેને લઈને દુકાન માલિકનું નિવેદન લીધું હતું, સાથે કોમ્પ્લેક્ષમાં કેટલાક વેપારીઓની સામાન્ય પૂછપરછ કરી હતી. આ અંગેની વિગત એવી છે કે, પ્રાંતિજના એપ્રોચ રોડ પર રસુલપુરના જીતુભાઇ પટેલનું નિવેદન લીધું હતું. નિકેશ પટેલ ઓફિસ પર ફરીવાર સીઆઈડી પ્રરાજતી હતી તો જે ઓફિસના ત્યાં બોર્ડ કોણે ઉતાર્યા તેને લઈને તપાસ કરી હતી. ત્યાર બાદ જે દુકાન માલિકોતર દુકાન માલિકને પણ પૂછપરછ કરી હતી અને તેનું પણ સ્ટેટમેન્ટ ઉપરાંત પંચનામું ફરીથી કર્યું હતું. જે ઓફિસમાં લગાવેલા સર્ટિફિકેટ પણ CID ક્રાઈમે લઈ લીધા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments