વિસનગરમાં મામલતદાર કચેરી ખાતે સ્વયમ્ સૈનિક દળ દ્વારા ગૃહમંત્રી અમિત શાહે ડૉ.બાબાસાહેબ આંબેડકર વિશે અપમાજનક નિવેદન આપતા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ગૃહમંત્રી અમિત શાહ ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપે તેવી માગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. રાજ્ય સભાના સત્ર દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકર વિશે એક નિવેદન આપવામાં આવ્યું હતું. જે નિવેદનને લઇ સમગ્ર ભારતમાં અમિત શાહનો વિરોધ જોવા મળ્યો હતો. જેમાં તમામ જગ્યાએ કોંગ્રેસ તેમજ અનુસૂચિત જાતિ દ્વારા રેલીઓ કાઢી, આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ત્યારે વિસનગરમાં પણ સ્વયમ્ સૈનિક દળ દ્વારા મામલતદાર એફ.ડી.ચૌધરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં અમિત શાહને ગૃહમંત્રી પદે રાજીનામું આપે અને તેમની વિરુદ્ધમાં એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે તેવી માગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.