વેકેશન મૂડ વચ્ચે કેલેન્ડરવર્ષ 2024ના અંતિમ અને સપ્તાહના પ્રથમ દિવસે લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની મેટલ અને કેપિટલ ગુડ્સ શેરોમાં ભારે વેચવાલી સાથે ઓટો, ઇન્ડસ્ટ્રીયલ અને કોમોડિટીઝ શેરોમાં વેચવાલી રહેતાં ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) વર્ષ પૂરૂ થવાના દિવસોમાં પણ શેરોમાં મોટી વેચવાલી કરતાં ઘણા ઈન્વેસ્ટરો સાવચેતીમાં મોટી ખરીદીથી દૂર રહ્યા હતા. જેના પરિણામે આજે પણ એફપીઆઈઝની વેચવાલી રહેતાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે ગત સપ્તાહનો ઉછાળો આજે ધોવાયો હતો અને ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. કરન્સી માર્કેટની વાત કરીએ તો, ડોલર સામે રૂપિયામાં સતત ધોવાણ ચાલુ રહ્યું હતું તથા રૂપિયો નવા નીચા તળિયે નોંધાતા દેશમાં આયાત થતી સોના – ચાંદી, ક્રૂડતેલ સહિતની વિવિધ ખાદ્ય ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ પણ વધી જવાની ગણતરી વચ્ચે હવે દેશમાં મોંઘવારી તથા ફુગાવો વધુ ઉંચા જતા જોવા મળશે એવી ભીતિ જોવા મળી હતી. સાથે સાથે વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં આગેકૂચ જોવાઈ હતી. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.13% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.47% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર હેલ્થકેર, ટેલેકોમ્યુંનીકેશન, ફોકસ્ડ આઈટી, એફએમસીજી અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4267 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2626 અને વધનારની સંખ્યા 1492 રહી હતી, 149 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 396 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 313 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઝોમેટો લિ. 4.33%, ટેક મહિન્દ્ર 2.04%, એચસીએલ ટેકનોલોજી 1.97%, સન ફાર્મા 1.10%, ઇન્ડસઇન્ડ બેન્ક 1.09%, એશિયન પેઈન્ટ 0.86 અને હિન્દુસ્તાન યૂનિલિવર 0.13% વધ્યા હતા, જ્યારે ટાટા મોટર્સ 2.24%, ટાઈટન કંપની લિ.1.62%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.55%, ટાટા સ્ટીલ 1.48%, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા 1.41%, એનટીપીસી લી.1.10%, મારુતિ સુઝુકી 1.08%, એચડીએફસી બેન્ક 1.07%, આઈસીઆઈસીઆઈ બેન્ક 1.01%, ઇન્ફોસિસ લી. 0.97%, કોટક બેન્ક 0.94% અને અને અદાણી પોર્ટ 0.93 ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23816 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24008 પોઇન્ટના પ્રથમ અને 24088 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 23787 પોઇન્ટથી 23676 પોઇન્ટ, 23606 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.24008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51404 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51303 પોઇન્ટના પ્રથમ અને 51180 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 51303 પોઇન્ટથી 51180 પોઇન્ટ,51008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.51303 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
ઓબેરોય રિયલ્ટી ( 2293 ) :- ઓબેરોય ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2260 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2244 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2308 થી રૂ.2323 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2330 ઉપર તેજી તરફી ધ્યાન. એસીસી લીમીટેડ ( 2084 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.2044 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.2019 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.2103 થી રૂ.2120 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
કોટક મહિન્દ્રા બેન્ક ( 1759 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો સેક્ટરનો આ સ્ટોક રૂ.1787 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1744 થી રૂ.1730 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1808 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
ટાટા કમ્યુનિકેશન ( 1713 ):- રૂ.1747 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1755 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1696 થી રૂ.1680 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1760 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, ઐતિહાસિક તેજીના વર્ષમાં સેન્સેક્સે 85978 પોઈન્ટની અને નિફટી ફ્યુચરે 26402 પોઈન્ટની સર્વોચ્ચ વિક્રમી નવી સપાટી બનાવ્યા સાથે સ્મોલ, મિડ કેપ સહિતમાં વિક્રમી તેજી સાથે વિદાય લઈ રહેલા કેલેન્ડર વર્ષ 2024માં શેરોમાં રોકાણકારોને એકંદર સારૂ વળતર મળ્યું છે. અલબત વર્ષાંતના મહિનાઓમાં ઓવરવેલ્યુએશન અને વૈશ્વિક પરિબળો સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની સતત વેચવાલીના પરિણામે આ ઊંચા મથાળેથી ઘટાડો નોંધાયો છે. હવે નવા વર્ષ 2025માં વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળનાર હોઈ વિશ્વની વેપાર નીતિ પર તેની અસર અને જીઓપોલિટીકલ પરિબળ કેવા વળાંક લે છે એના પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે. સ્થાનિક સ્તરે ફુગાવાની સ્થિતિ સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની ક્યારે શરૂઆત થશે અને કેન્દ્રિય બજેટમાં આવકવેરા સહિતમાં રાહત આપવામાં આવે છે કે કેપિટલ ગેઈન ટેક્ષમાં ફરી વૃદ્વિ કરવામાં આવશે એ પરિબળો પણ મહત્વના બની રહેશે. સાથે સાથે આગામી મહિનામાં ફોરેન ફંડોનો રોકાણ વ્યુહ કેવો રહેશે અને ફંડ એલોકેશન કેવું રહેશે એના સંકેત મળવા સુધી દરેક ઉછાળે સાવચેતી આવશ્યક છે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરું ને..! લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.