back to top
Homeબિઝનેસનોકરીની તકો:આઇટીક્ષેત્રે 5 વર્ષમાં 20 લાખ નોકરીઓ આમાંથી અડધી AI જેવા ઉભરતા...

નોકરીની તકો:આઇટીક્ષેત્રે 5 વર્ષમાં 20 લાખ નોકરીઓ આમાંથી અડધી AI જેવા ઉભરતા ક્ષેત્રમાં

ન્યુએજની ટેકનોલોજીમાં નિપુણતા ધરાવતા લોકો માટે નોકરીની તકો વધી રહી છે. IT સ્ટાફિંગ ફર્મ ક્વેસના વાર્ષિક અહેવાલ અનુસાર આગામી 5 વર્ષમાં ભારતમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને જનરેટિવ એઆઇ જેવી એન્જિનિયરિંગ ટેક્નોલોજીમાં 10 લાખથી વધુ નોકરીઓનું સર્જન થશે. મહત્વની વાત એ છે કે આ સેક્ટરમાં ફ્રેશર્સનો વાર્ષિક પગાર પણ 15 લાખ રૂપિયા સુધીનો છે. દેશમાં વર્ષ 2030 સુધીમાં ભારતના સમગ્ર IT સેક્ટરમાં 20 લાખ નોકરીઓનું સર્જન થઈ શકે છે. મોટાભાગની નોકરીઓ જનરેટિવ AI અને બ્લોકચેન જેવી ટેકનોલોજીમાં ઉપલબ્ધ હશે. બેંગલુરુ કુલ ભરતીમાં 43.5% હિસ્સા સાથે યાદીમાં ટોચ પર રહેશે. હૈદરાબાદ 13.4% ભરતી સાથે બીજા સ્થાને અને પૂણે લગભગ 10% ભરતી સાથે ત્રીજા સ્થાને હોઈ શકે છે. ભારતમાં AI, સાયબર સિક્યુરિટી અને ક્લાઉડ કમ્પ્યુટિંગની માંગ વધી રહી છે. આ કારણોથી ઉભરતી ટેકનોલોજીની વધી રહી છે માગ 49% નોકરીઓ ફક્ત ભાષા પ્રક્રિયા એન્જિનિયરિંગમાં
રિપોર્ટ અનુસાર, મહત્તમ 49% નોકરીઓ નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ (NLP) એન્જિનિયરો માટે હશે. આ વ્યાવસાયિકો સિસ્ટમો ડિઝાઇન કરે છે જે કમ્પ્યુટરને માનવ ભાષાને સમજવા અને તેનો પ્રતિસાદ આપવા સક્ષમ કરે છે. ડેટા વૈજ્ઞાનિકો 31% ટેલેન્ટ શેર સાથે બીજા સ્થાને છે અને ML (મશીન લર્નિંગ) એન્જિનિયરો 13% શેર સાથે ત્રીજા સ્થાને છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments