સલમાન ખાન અને સંગીતા બિજલાનીના અફેર અને ડેટિંગ વિશે તો બધા જાણે જ છે. 90ના દશકમાં બંને પોતાના અંગત જીવનને લઈને ઘણા સમાચારમાં હતા. બંને લગ્ન પણ કરવાના હતા. લગ્નના કાર્ડ છપાઈ ગયા હતા પરંતુ અંતે તેમના સંબંધો સફળ થયા નહીં અને પછીથી બંને અલગ થઈ ગયા. વર્ષો પછી સંગીતા બિજલાનીએ તેના સંબંધો વાત કરતાં કહ્યું કે તેના લગભગ લગ્ન થઈ ગયા હતાં. સલમાન ખાન તેને કંટ્રોલ કરતો હતો. સંગીતા બિજલાનીએ સલમાનને લઈ ખુલીને વાત કરી
90ના દાયકાની બોલિવૂડની એક્ટ્રેસ સંગીતા બિજલાની હાલમાં જ ટીવી રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ’માં જોવા મળી હતી. આ દરમિયાન તેના એક્સ બોયફ્રેન્ડ સલમાન ખાન સાથેના સંબંધ પર વાત કરી હતી. પર્ફોર્મન્સ પછી એક કન્ટેસ્ટન્ટે સંગીતા બિજલાનીને સલમાન ખાન સાથેનાં લગ્ન વિશે પ્રશ્ન પૂછ્યો હતો. કન્ટેસ્ટન્ટે પૂછ્યું કે અમે સાંભળ્યું છે કે તમારા અને સલમાન સરનાં લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતાં? એ પણ પૂછવામાં આવ્યું કે તે પોતાના જીવનમાં શું બદલાવ લાવવા માંગે છે? આવા સંજોગોમાં સંગીતાએ પણ આ સવાલોના જવાબ ખુલીને આપ્યાં. સલમાન ખાન સાથેના અફેરની પણ વાત કરી
સંગીતાએ શોમાં સલમાન ખાન સાથેના અફેર પર પણ ખુલીને વાત કરી હતી. એક્ટ્રેસે કહ્યું કે તે સાચું છે કે તેના લગ્નના કાર્ડ છપાઈ ગયા હતાં. પરંતુ, આ સંબંધ તૂટી ગયા. કન્ટેસ્ટન્ટના સવાલ પર સંગીતાએ કહ્યું કે તેને આ વિશે વધારે ન પૂછવું જોઈએ. એક્ટ્રેસે કહ્યું કે બિજલી તેનું નામ છે પણ આ બિજલી (વીજળી) તેના પર પાડવામાં ન આવે. બહુ થયું કન્ફેશન. વધુમાં સંગીતા બિજલાનીએ કન્ટેસ્ટન્ટને કહ્યું કે તે તેના પાસ્ટનું નામ નહીં લે. જેઓ તેની સાથે હતા તેમના પર તે ઘણો કંટ્રોલ કરતો હતો. તેમને ટૂંકા કપડાં પહેરવાની પણ છૂટ નહોતી. ડીપ નેક પણ પહેરવાની પરવાનગી ન હતી. એક્ટ્રેસે કહ્યું કે શરૂઆતમાં તે આવા કપડા પહેરતી હતી પરંતુ બાદમાં તેને પહેરવાની પરવાનગી આપવામાં આવી ન હતી. સંગીતા બિજલાની કહે છે કે તેને હવે કોઈનો ડર નથી. તે સમયે રિઝર્વ્ડ હતી અને જીવનનો તે ભાગ બદલવા માગે છે. કેવી રીતે થઈ હતી સલમાન-સંગિતાની મુલાકાત?
જો આપણે સલમાન ખાન અને સંગીતા બિજલાનીની મુલાકાતની વાત કરીએ તો એક્ટ્રેસ તેની કારકિર્દીની શરૂઆતમાં તેને મળી હતી. એક એડ શૂટ દરમિયાન તેની મુલાકાત સલમાન ખાન સાથે થઈ હતી. બંનેએ લગભગ 10 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. જોકે, બાદમાં લગ્ન સુધી આ સંબંધનો અંત આવ્યો હતો. પરંતુ, આજે સંગીતા બિજલાની અને સલમાન ખાન સારા મિત્રો છે અને એક્ટ્રેસ ભાઈજાન સાથે ઘણા પ્રસંગોએ જોવા મળી છે.