8 જાન્યુઆરી 2024ના રોજ KGF સ્ટાર યશએ તેનો 38મો બર્થડે ઉજવ્યો હતો. આ દરમિયાન, ઘણા ચાહકોએ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરી, જેમાં 3 ચાહકોના મૃત્યુ થયા હતા. આ દુર્ઘટના પછી, એક્ટરે હવે તમામ ચાહકોને તેના આગામી જન્મદિવસ પહેલા ભવ્ય ઉજવણી ન કરવા વિનંતી કરી છે. એક્ટરે વિનંતી કરી છે કે તેના માટે સૌથી મોટી ગિફ્ટ તેના ચાહકોની સુરક્ષા છે. 39મા જન્મદિવસના થોડા દિવસો પહેલા જ યશએ એક પોસ્ટ શેર કરીને પોતાના ફેન્સને ખાસ શુભેચ્છા પાઠવી છે. તેણે લખ્યું છે કે, નવા વર્ષની શરૂઆતની સાથે જ આ વિચાર, સંકલ્પ અને નવો રસ્તો બનાવવાનો પણ સમય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તમે બધાએ મને જે પ્રેમ આપ્યો છે તે અસાધારણ નથી. પરંતુ કેટલીક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ પણ બની છે. હવે આપણી પ્રેમની ભાષા બદલવાનો સમય છે. ખાસ કરીને જ્યારે મારા જન્મદિવસની વાત આવે છે. તેણે વધુમાં લખ્યું કે, તમારા પ્રેમનું એક્સપ્રેશન મારા માટે કંઈક મોટું કરવું અને ભીડ કરવીએ ન હોવું જોઈએ. મારા માટે સૌથી મોટી ગિફ્ટ એ જાણવું છે કે તમે બધા સુરક્ષિત છો, સકારાત્મક વિચારો છો, તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી રહ્યાં છો, ખુશીઓ ફેલાવી રહ્યાં છો. યશ તેના જન્મદિવસે શૂટિંગમાં વ્યસ્ત રહેશે
યશે પોતાની પોસ્ટમાં આગળ કહ્યું છે કે, હું મારા જન્મદિવસ પર શૂટિંગમાં વ્યસ્ત રહીશ અને શહેરમાં નહીં હોવ. જો કે, તમારા અભિનંદનની હૂંફ મારા સુધી ચોક્કસપણે પહોંચશે. ગયા વર્ષે કટઆઉટ લગાવતી વખતે વીજ કરંટથી 3 લોકોના મોત થયા હતા
યશનો અગાઉનો જન્મદિવસ કરુણાંતિકાથી ભરેલો હતો. દર વખતની જેમ આ વખતે પણ તેમના જન્મદિવસ પર શહેરભરમાં તેમના મોટા કટઆઉટ લગાવવામાં આવ્યા હતા અને ઘણા ચાહકો એકઠા થયા હતા. કટઆઉટ લગાવતી વખતે, 3 ચાહકોને ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો અને તેના મૃત્યુ થયા હતા. આ ઘટના ગડાંગ જિલ્લાના સુરનાગી ગામમાં બની હતી. જો કે, તેના છેલ્લા જન્મદિવસ પહેલા જ યશે તેના ચાહકોને કહ્યું હતું કે તે શૂટિંગમાં વ્યસ્ત હોવાથી તે તેના ચાહકોને નહીં મળે. તે ‘ટોક્સિક’ના શૂટિંગમાં વ્યસ્ત હતો. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, યશ ટૂંક સમયમાં જ નીતિશ તિવારી દ્વારા નિર્દેશિત ‘ટોક્સિક’ અને ‘રામાયણ’માં જોવા મળશે. રામાયણમાં યશ લંકેશ રાવણની ભૂમિકા ભજવશે, જ્યારે રણબીર કપૂર ભગવાન શ્રી રામની ભૂમિકામાં છે અને સાઈ પલ્લવી ફિલ્મમાં માતા સીતાની ભૂમિકામાં છે.