છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં ફરી મોટો હુમલો થયો છે. આ હુમલો ન્યૂયોર્ક ક્વીન્સ વિસ્તારમાં થયો હતો, જેમાં 11 લોકોને ગોળી વાગી હોવાના અહેવાલ છે. આ તમામ લોકો ઘાયલ છે. આ ગોળીબાર અમેરિકન સમય મુજબ રાત્રે 11.45 કલાકે થયો હતો. ન્યૂ ઓર્લિયન્સમાં હુમલાના બીજા જ દિવસે આ હુમલો થયો હતો, જેમાં શમસુદ્દીન જબ્બાર નામના વ્યક્તિએ નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકોની ભીડ પર ટ્રક ચડાવી દીધી હતી, અને 15 લોકો માર્યા ગયા હતા. મળતી માહિતી મુજબ, આ ગોળીબાર ક્વીન્સ વિસ્તારના અમાઝુરા નાઈટ ક્લબમાં થયો હતો, જેમાં 11 લોકો ઘાયલ થયા હતા. ઘણા લોકોની હાલત નાજુક છે. ઘટનાની માહિતી મળતા જ ન્યૂયોર્ક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. આ ફાયરિંગ કોણે કર્યું અને તેનો ઈરાદો શું હતો તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. ઓર્લિયન્સમાં ટ્રક હુમલા બાદ જ ગોળીબાર થતા આતંકવાદી એન્ગલની પણ તપાસ કરવામાં આવશે. આ ઘટના બાદ ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટના અનેક યુનિટો ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી. જો કે, હજુ સુધી ન્યૂયોર્ક પોલીસ વિભાગે આ સંબંધમાં કોઈ માહિતી શેર કરી નથી. આ નાઇટક્લબને શહેરના સૌથી વધુ હાઈ-એનર્જી નાઈટ સ્પોટ પૈકી એક ગણવામાં આવે છે. આ સમાચાર પણ વાંચો… ડોનાલ્ડ ટ્રમ્પની હોટલ બહાર ટેસ્લાની ગાડીમાં વિસ્ફોટ:અમેરિકામાં અફરાતફરી, 1નું મોત; ઈલોન મસ્કે કહ્યું- આ આતંકવાદી હુમલો છે, VIDEO અમેરિકાના લાસ વેગાસમાં ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટલની બહાર બુધવારે સવારે સાયબરટ્રકમાં વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય સાત ઘાયલ થયા હતા. પોલીસ અને એફબીઆઈ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગાડીનો પ્રકાર અને આગનું સ્થાન ઘણા સવાલ ઊભા કરે છે. વધુ વાંચવા ક્લિક કરો… USAમાં નવું વર્ષ ઊજવી રહેલા લોકોને પિકઅપ વાહને કચડ્યા: ડ્રાઇવરે ઊતરીને ફાયરિંગ કર્યું, 10નાં મોત; 35 ઘાયલ; મેયરે આતંકવાદી હુમલો ગણાવ્યો 1 જાન્યુઆરીએ અમેરિકાના લુઇસિયાના રાજ્યના ન્યૂ ઓર્લિયન્સ શહેરમાં એક વ્યક્તિએ નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકો પર પીકઅપ વાહન ચલાવી હતી. જેમાં 10 લોકોના મોત થયા હતા જ્યારે 35 લોકો ઘાયલ થયા હતા. વધુ વાંચવા ક્લિ કરો…