વલસાડ જિલ્લાના ધરમપુરના રાજચંદ્ર આશ્રમ ખાતે RSSના વડા મોહન ભાગવત મુલાકાત લેશે. રાજચંદ્ર આશ્રમમાં આવેલા જિનાલય અને આશ્રમની મુલાકાત લેશે. રાજચંદ્ર આશ્રમ દ્વારા 4 દિવસના ફ્રી મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન કરશે. રાજચંદ્ર આશ્રમમાં આવેલા જૈન દેરાસરની મુલાકાત લેશે. રાજચંદ્ર આશ્રમ દ્વારા આદિવાસીઓના ઉસ્થાન માટે કરવામાં આવતી કામગીરીની માહિતી પણ મેળવશે. મોહન ભાગવત રાજચંદ્ર આશ્રમમાં આવેલા જિનાલય અને આશ્રમની મુલાકાત લઈને આશ્રમ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીની માહિતીઓ મેળવશે. આદિવાસી વિસ્તારમાં રહેતા બાળકોના અભ્યાસ બાબતે કરવામાં આવતી વિશેષ કામગીરીઓ અને શિક્ષિત બેરોજગાર યુવાનો માટે ઉભી કરવામાં આવતી રોજગારીની તકો અંગેની વિગતવાર માહિતી મેળવશે. રાજચંદ્ર આશ્રમ દ્વારા રાખવામાં આવેલ મેડિકલ કેમ્પ ખુલ્લો મુકવામાં આવશે. સાથે રાજચંદ્ર આશ્રમ દ્વારા ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં કરવામાં આવેલી મેડિકલ સહાય અંગે જાણકારી મેળવશે. ત્યારબાદ ધરમપુરના બરૂમાળની મુલાકાત લેશે. મંદિરમાં ભાવભાવેશ્વર મહાદેવ ના દર્શન કરશે. અષ્ટધાતુથી બનાવેલા શિવલિંગ ઉપર અભિષેક કરવામાં આવશે. ત્યારબાદ મંદિરના સ્થાપક વિદ્યાનંદજી મહારાજ સાથે બેઠક કરશે. આદિવાસી સમાજના ઉસ્થાન માટે આગામી દિવસોમાં કરવા જેવા કામો અંગે ચર્ચા કરશે. આદિવાસી વિસ્તારમાં રહેતા બાળકોને વધુ શિક્ષિત બનાવવા જરૂરી કામો અંગે ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ RSSના જિલ્લાના કાર્યકરો સાથે બેઠક યોજશે. જેમાં વલસાડ જિલ્લા અને આજુબાજુના વિસ્તારમાં સંઘ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે જરૂરી મેહિતીઓ મેળવશે.