back to top
Homeગુજરાતમાતાના મિત્રએ સગીરા પર બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું:બળજબરી પૂર્વક દારૂ પીવડાવી...

માતાના મિત્રએ સગીરા પર બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું:બળજબરી પૂર્વક દારૂ પીવડાવી અને બેલ્ટથી માર મારી શારીરિક સંબંધ બાંધતો; આખરે અત્યાચારથી કંટાળી પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. કેતન પરમાર નામનો આરોપી જે કિડ્સ નર્સરી ચલાવે છે તેના પર પોતાની મહિલા મિત્રની સગીર દીકરી સાથે બે વર્ષ સુધી દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આરોપી ઘરે એકલતાનો લાભ લઈ સગીરાને બળજબરીપૂર્વક દારૂ પીવડાવતો અને શારીરિક સંબંધ બાંધવા પ્રયાસ કરતો, જો સગીરા આનાકાની કરતી તો બેલ્ડ વડે માર મારીને દુષ્કર્મ આચરતો હતો. અંતે પીડિતાએ અત્યાચારથી કંટાળી મૌન તોડતા માતાને સમગ્ર હકીકત જણાવી હતી. જે બાદ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ સગીરાના ઘરે અવરજવર શરૂ કરી દીધી
મળતી માહિતી પ્રમાણે, પીડિતાની માતાનું જીવન આઘાતજનક હતું. છૂટાછેડા પછી તે પોતાના જીવનમાં સ્થિરતા લાવવા માટે સતત પ્રયત્નશીલ રહી હતી. મહિલાએ ફરી લગ્ન કર્યા જોકે તેના બીજા પતિને ગુનામાં સજા થતાં તેને લાજપોર જેલમાં મોકલવામાં આવ્યો. આ મુશ્કેલ સમય દરમિયાન માતાએ હિંમત ન હારી પોતાનાં દીકરી માટે જીવન ચલાવતી હતી. માતાના પતિના મિત્ર તરીકે ઓળખાતા કેતન પરમાર આ સંજોગોમાં અવારનવાર તેના ઘરે આવતો અને કુટુંબ સાથે સંબંધો ગાઢ બનાવવાનો પ્રયાસ કરતો હતો. દુષ્કર્મનો વિરોધ કર્યો તો બેલ્ટથી માર માર્યો
આરોપીની ઘરમાં અવર જવર વધી જતાં તેની નજર ઘરની દીકરી પર ગઈ હતી. જે બાદ આરોપી માટે પીડિતાની ઘરે એકલતા ફાયદો ઉઠાવાનું એક માધ્યમ બની ગયું હતું. જ્યારે પીડિતા ઘરમાં એકલી હોય ત્યારે અવારનવાર તેના ઘરમાં આવી જતો હતો. એકવાર આરોપીએ પીડિતાને બળજબરીપૂર્વક દારૂ પીવડાવી શારીરિક સંબંધ બાંધવા માટે પ્રયાસ કર્યો. પીડિતાએ તેનો વિરોધ નોંધાવતા આરોપીએ બેલ્ટ વડે તેને માર માર્યો અને દુષ્કર્મ આચર્યું. એટલું જ નહીં વારંવાર ધમકી આપી તેમની સાથે બે વર્ષ સુધી દુષ્કર્મ આચરતો રહ્યો. બે વર્ષ બાદ દીકરીએ મૌન તોડ્યું
અવારનવાર આ ઘટનાથી ત્રાસી ગયેલી પીડિતાએ પોતાની ઉપર ગુજારવામાં આવેલા તમામ ત્રાસ અંગેની વાત માતા સાથે કરી. આખરે માતા પણ હિંમત બતાવીને દીકરી સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી. ઘટનાની ગંભીરતા જોઈ પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી આરોપીની અટકાયત કરી લીઘી હતી. પોક્સો એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ
આરોપી વિરુદ્ધ પોક્સો (બાળકો પર જાતીય ગુનાઓ માટેનું કાનૂન) હેઠળ ગંભીર ગુનાઓની ફરિયાદ નોંધવામાં આવી છે. દારૂ પીવડાવવાનું અને બેલ્ટ વડે માર મારવાનું કૃત્ય આ ગુનાની ગંભીરતાને વધુ ઊંડો બનાવે છે. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે અને પીડિતાના નિવેદનને આધારે કડક પગલાં લેવા તૈયાર છે. અડાજણ પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી મુજબ જૂન 2022થી આરોપી પીડિતાના ઘરે આવતો હતો અને ત્યારથી જ આ અત્યાચારનો સિલસિલો ચાલી રહ્યો હતો. જ્યારે પ્રથમવાર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું ત્યારે તેની ઉંમર 16 વર્ષ હતી હાલ તેની ઉંમર 18 વર્ષ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments