દાહોદ જીલ્લા શિક્ષણધિકારીની કચેરી હસ્તકની ગ્રાન્ટેડ શાળાઓમા સેવક તરીકે ફરજ બજાવતા 11 જેટલા કર્મચારીઓને જીલ્લા શિક્ષણાધિકારીએ જુનિયર ક્લાર્કની બઢતીના હુકમો આપતા કર્મચારીઓમા ખુશીની લહેર છવાઈ હતી. દાહોદ જીલ્લાની બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વર્ગ-4 ના સેવકોને વર્ગ – 3 સંવર્ગમાં જુનિયર કારકૂન તરીકે બઢતી અંગેના હુકમ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દાહોદ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની અધ્યક્ષતામાં અને જુદા જુદા ઘટક સંઘના હોદ્દેદારોની હાજરીમાં આપવામાં આવ્યા છે. શાળાઓમાં ફરજ બજાવતા સેવક જેઓ વર્ગ – 4 માં હતા તેઓને 1 જુલાઇનો ઈજાફાનો લાભ મળી રહે તે હેતુથી આ તમામ કર્મચારીઓને વર્ગ – 3 માં જુનિયર ક્લાર્કની બઢતીના મંજૂરી હુકમ આપવામાં આવ્યા હતા. વિવિધ શાળાઓમા ફરજ બજાવતા 11 જેટલા કર્મચારીઓને જુનિયર કારકૂન તરીકે બઢતી મળતા કર્મચારીઓમા ખુશીની લાગણી છવાઈ હતી, કર્મચારીઓને ઉપસ્થિત સૌએ અભિનંદન પાઠવ્યા હતા.