back to top
Homeબિઝનેસભાસ્કર ખાસ:ટેક્નોલોજીના યુગમાં ટેલિમેટિક્સ ગેમચેન્જર બની રહેશે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ સાથે સલામતીની...

ભાસ્કર ખાસ:ટેક્નોલોજીના યુગમાં ટેલિમેટિક્સ ગેમચેન્જર બની રહેશે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ સાથે સલામતીની આવશ્યકતા

આજના વિશ્વમાં ટેક્નોલોજી સતત વિકસી રહી છે અને આ આધુનિક યુગમાં, અમે અમારી કારને કેવી રીતે હેન્ડલ કરીએ છીએ તે જાણવા માટે એક ક્રાંતિકારી નજર આવી રહી છે. તે ટેલિમેટિક્સ છે, આ એક એવો શબ્દ છે જે સાંભળવામાં જટિલ લાગે છે પરંતુ તે ચોક્કસ રીતે તમારી કાર અને ટેક્નોલોજી દ્વારા તમારા ડ્રાઇવિંગ અનુભવને સુધારવા માટે કામ કરે છે, અને તે આજના યુગમાં ગેમ-ચેન્જર બની રહી છે. તો ચાલો, સમજીએ કે આ ટેલિમેટિક્સ શું છે અને તમારે શા માટે તે સમજવું જોઈએ? તો ચાલો આપણે તેને સરળ શબ્દોમાં સમજીએ. ટેલિમેટિક્સ એ તમારી કારમાં એક મૈત્રીપૂર્ણ કો-પાઇલટને રાખવા જેવું છે, જે તમારી ડ્રાઇવિંગની પદ્ધતિને સમજવામાં અને તે સુધારવા માટે સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તેમ ઝુનો જનરલ ઇન્સ્યોરન્સના એમડી અને સીઈઓ શનાઈ ઘોષે દર્શાવ્યું હતું. વધુમાં જણાવ્યું કે આ માત્ર એ સ્થાનથી લઈને બીજા સ્થાન સુધી જવા માટે જ નથી; પરંતુ તે તમારી મુસાફરીને વધુ સુરક્ષિત અને વધુ વ્યક્તિગત બનાવે છે. ડેટા અને ટેક્નોલોજીના આ વિશ્વમાં, ટેલિમેટિક્સ એ અમારા રસ્તાઓને વધુ સુરક્ષિત બનાવવા અને અમારા ડ્રાઇવિંગ અનુભવોને વધુને વધુ વ્યક્તિગત બનાવવાની દિશામાં એક સકારાત્મક પગલું ગણી શકાય છે. તે તમારી કારમાં તમારી સાથે એક ડિજિટલ મિત્ર રાખવા જેવું છે, જે તમને વધુ યોગ્ય અને સુરક્ષિત વર્તન કેળવવા માટે માર્ગદર્શન આપે છે. ટેલિમેટિક્સ વિશેની એક મજાની વાત એ છે કે તે તમારા ડ્રાઇવિંગના વર્તન પર નજર રાખે છે. તમારી કાર માટે એક સાયલન્ટ ઓબ્ઝર્વર તરીકે તેની કલ્પના કરો, તે કેવી રીતે કામ કરે છે? તમારી કાર સ્માર્ટ સેન્સરથી સજ્જ હોય છે જે ગતિ વિશે જાણી શકે છે અને તે તમારા ડ્રાઇવિંગના વિવિધ પાસાઓનું નિરીક્ષણ કરે છે. તે દરેક વસ્તુઓ પર નજર રાખવા માટે એક નાનું ડિજિટલ સાથીદાર સાથે રાખવા જેવુ છે. ઘણી વાર જો તમે અચાનક બ્રેક લગાવો છો અથવા થોડી વધુ ઝડપથી વાહન ચલાવો છો, તો તમારી કાર તેની નોંધ કરે છે અને આ માહિતીને તમારા ‘ડ્રાઇવિંગ સ્કોર’ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો તમે તેને તમારા ડ્રાઇવિંગ વર્તન માટેનો રિપોર્ટ કાર્ડ પણ કહી શકો છો. જોકે, તમને આશ્ચર્ય થતું હશે કે તમારે તમારું ડ્રાઇવિંગ સ્કોર શા માટે જાણવું જોઈએ? ઠીક છે. રસપ્રદ વાત એ છે કે, તમારો ડ્રાઇવિંગ સ્કોર એ માત્ર એક સંખ્યા જ નથી; પંરતુ તે એક એવું સાધન છે જે તમને સુરક્ષિત અને વધુ જાગૃત ડ્રાઇવર બનવામાં સહાયતા કરી શકે છે. તે તમારી સાથે એક કોચને રાખવા જેવું છે. ઇન્સ્યોરન્સ કંપનીઓ ટેલિમેટિક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે
પરંતુ ટેલિમેટિક્સ માત્ર આવા પ્રતિસાદ માટે જ નથી. અમુક વીમા કંપનીઓ વ્યક્તિગત કાર વીમો ઓફર કરવા માટે આ તકનીકનો ઉપયોગ કરી રહી છે. તમે વધુ સારી રીતે વાહન ચલાવશો, તો તમારે તેટલું ઓછું વીમા પ્રીમિયમ ચૂકવવું પડશે. આ તો તમારી સલામત ડ્રાઇવિંગ આદતો માટે પુરસ્કૃત થવા જેવું છે. તે તમારા માટે લાભદાયક બની શકે છે – તમે માર્ગ પર જેટલા સુરક્ષિત રહેશો તેટલો તમારા માટે સંભવિત રીતે વીમા ખર્ચ ઓછો થઈ જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments