ગઈકાલે અમેરિકામાં આતંકી હુમલા બાદ બપોરે 2 વાગ્યા આસપાસ અમેરિકાના કેલિફોર્નિયામાં એક પ્લેન કેશ થયું છે. સાઉથ કેલિફોર્નિયામાં ઉડાન દરમિયાન એક નાનું વિમાન એક બિલ્ડિંગ સાથે અથડાયું છે. અમેરિકામાં આ વિમાન દુર્ઘટનામાં 2 લોકોનાં મોત થયા છે, જ્યારે 18 લોકો ઘાયલ થયા છે. મૃતકોની સંખ્યા પણ વધી શકે છે, કારણ કે ઘાયલોમાં ઘણાની હાલત નાજુક હોવાનું કહેવાય છે. વિમાન ક્યાં ક્રેશ થયું વિમાન ફુલર્ટન મ્યુનિસિપલ એરપોર્ટ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું, જે ઓરેન્જ કાઉન્ટીનું એક સામાન્ય વિમાન હવાઈ અડ્ડો છે, જે ડિઝનીલેન્ડથી લગભગ 6 માઇલ (10 કિલોમીટર) દૂર છે. તેમાં એક રનવે અને એક હેલીપોર્ટ છે. પ્લેન ક્રેશ બાદ ઇમારતમાં આગ લાગી પ્લેન ક્રેશ પછી લાગેલી આગને કારણે બિલ્ડિંગને વ્યાપક નુકસાન થયું હતું, જે એક વેરહાઉસ હતું જેમાં સીવણ મશીનો અને કાપડનો સ્ટોક હતો. દરવાજા પરના નિશાન મુજબ, બિલ્ડિંગમાં ફર્નિચર અપહોલ્સ્ટરી કંપની માઈકલ નિકોલ્સ ડિઝાઇન્સનું છે. 18થી વધુ ઈજાગ્રસ્ત માહિતી અનુસાર સાઉથ કેલિફોર્નિયામાં એક વિમાન ક્રેશ થવાની જાણકારી મળી રહી છે. સ્થાનિક મીડિયાએ કહ્યું કે આ એક નાનું વિમાન હતું જે વેરહાઉસનાં ગોડાઉન સાથે ટકરાઈ ગયું. જેના લીધે બે લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે 18 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે જેમાં ઈમારતની છત પરથી ધૂમાડાના ગોટેગોટા ઉડતાં દેખાઈ રહ્યા છે. વિમાન 15 વર્ષ જૂનું હતું સાઉથ કોરિયામાં આ અત્યાર સુધીની સૌથી ભયાનક વિમાન દુર્ઘટના છે. અધિકારીઓએ જણાવ્યું કે જેજુ એરનું વિમાન સિયોલથી લગભગ 290 કિલોમીટર દક્ષિણમાં મુઆન શહેરમાં લેન્ડિંગ વખતે ક્રેશ થયું હતું. એરક્રાફ્ટ 15 વર્ષ જૂનું બોઇંગ 737-800 હતું, જે બેંગકોકથી પરત ફરી રહ્યું હતું અને સ્થાનિક સમય અનુસાર સવારે બપોરે 2 વાગ્યે અકસ્માત થયો હતો.