back to top
Homeગુજરાતસુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ-2 અને 3 બંધ:8 જાન્યુઆરીથી 60 દિવસ માટે...

સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ-2 અને 3 બંધ:8 જાન્યુઆરીથી 60 દિવસ માટે પરિવર્તન, 122 ટ્રેનો ઉધના શિફ્ટ થશે

સુરત સ્ટેશન પર મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટેશન હબ (MMTH) પ્રોજેક્ટ હેઠળ રેલવે સ્ટેશનને વૈશ્વિક સ્તરે વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે હાલ પ્લેટફોર્મ નંબર-4 પર કોન્કોર્સનું કાર્ય પૂર્ણ થયું છે. હવે પ્લેટફોર્મ નંબર-2 અને 3 પર કોન્કોર્સનું કાર્ય શરૂ કરવા માટે પશ્ચિમ રેલવે દ્વારા 60 દિવસ માટે બ્લોક લેવામાં આવશે. 79 ડાઉન લાઇન ટ્રેનો હવે ઉધના શિફ્ટ કરાશે
શનિવારે પશ્ચિમ રેલવે દ્વારા આ બ્લોક અંગે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. આ મુજબ 8 જાન્યુઆરી, 2025થી 60 દિવસ માટે પ્લેટફોર્મ-2 અને 3 બંધ રહેશે. પ્લેટફોર્મ-2 પર થતી 122 અપ લાઇન ટ્રેનો અને પ્લેટફોર્મ-1 પર થતી 79 ડાઉન લાઇન ટ્રેનો હવે ઉધના શિફ્ટ કરવામાં આવશે. 8 જાન્યુઆરીથી પ્લેટફોર્મ 4 ફરીથી શરૂ કરવામાં આવશે. આ સમયે રાજધાની, વંદે ભારત, શતાબ્દી, તેજસ જેવી પ્રીમિયમ ટ્રેનો સાથે અન્ય કુલ 62 ટ્રેનો પ્લેટફોર્મ 1 અને 4 પરથી સંચાલિત કરવામાં આવશે. પ્રીમિયમ ટ્રેનોની માહિતી (8 જાન્યુઆરીથી) આ ટ્રેનો સુરત સ્ટેશનના પ્લેટફોર્મ-1 અને 4 પરથી ચાલશે. પ્લેટફોર્મ 1
• 12952 તેજસ રાજધાની એક્સપ્રેસ
• 12954 અગસ્ત ક્રાંતિ રાજધાની​​​​​​​ પ્લેટફોર્મ 4
• 82902 અમદાવાદ-મુંબઈ તેજસ IRCTC
• 20902 ગાંધીનગર-મુંબઈ વંદે ભારત
• 12010 શતાબ્દી એક્સપ્રેસ
• 22962 અમદાવાદ-મુંબઈ વંદે ભારત
• 12962 અવંતિકા એક્સપ્રેસ
• 12926 પશ્ચિમ એક્સપ્રેસ
• 20954 અમદાવાદ-ચેન્નાઈ
• 12432 નિઝામુદ્દીન-ત્રિવેન્દ્રમ રાજધાની
• 12904 ગોલ્ડન ટેમ્પલ
• 22967 અમદાવાદ-પ્રયાગરાજ
• 19038 અવધ એક્સપ્રેસ
• 20916 ઈન્દોર-લિંગમપલ્લી હમસફર
• 22954 ગુજરાત એક્સપ્રેસ
• 12980 બાંદ્રા-જયપુર
• 12479 સૂર્યનગરી એક્સપ્રેસ
• 12264 પુણે દુરંતો એક્સપ્રેસ આ રીતે કુલ 62 ટ્રેનો હવે પ્લેટફોર્મ 4 પરથી સંચાલિત થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments